ભુજ પાલિકાએ લોકો માટે બગીચા ખોલી નાખ્યા!, મેળા જેવો માહોલ
- બગીચાઓના ચોકીદાર છતાં ચાલતી લોલમલોલ, પોલીસ પણ નિષ્ક્રીય
- રવિવારે બગીચાઓમાં બાળકો લઈને ઉમટતા યુગલો, વકરતી કોરોનાની મહામારી વચ્ચે ભયંકર બેદરકારી
ભુજ, બુધવાર
કોરોના મહામારીનો ચેપ અટકાવી શકાય તે માટે લોકડાઉન ખુલ્યા છતાં સરકારે થીયેટર, બગીચા તાથા અન્ય જાહેર સૃથળો કે જ્યાં ભીડ એકત્ર થતી હોય તેને બંધ રાખવા હુકમ કરેલો છે. પરંતુ ભુજ પાલિકા તાથા પોલીસ બંને આ નિયમને ગણકારતી ન હોય તેમ શહેરના બગીચાઓ ખોલી નખાતા ધોળાદિવસે ખુલ્લેઆમ લોકોની ભીડ જામે છે. આમછતાં કોઈ કાર્યવાહી કરાતી નાથી.
હાલે ભુજમાં કોરોના કેસ નોંધાયા છે તો બીજીતરફ કચ્છમાં લોકલ કોમ્યુનીટી ટ્રાન્સમિશન શરૃ થઈ ગયું છે. આમછતાં વહીવટીતંત્ર ,સૃથાનિક પાલિકા કે પોલીસ નિયમોના ચુસ્ત પાલન કરવામાં દરકાર કરી રહી નાથી. જેના કારણે લોકોને પણ છુટો દૌર મળી ગયો હોય તેમ મેળા જેવી ભીડ કરી રહ્યા છે. ભુજના બગીચા જાણે લોકો મ ટે પાલિકાએ ખોલી દિાધા હોય તેવો માહોલ ખાસ કરીને રવિવારે જામે છે. હાલેના સમયમાં સરકાર એકતરફ બાળકોને વગરકારણે બહાર લઈ જવાની સલાહ આપી ર હી છે ત્યારે બીજીતરફ ખેંગારપાર્કમાં એન્ટ્રી માટે કોઈ પાંબદી ન રખાતા લોકો મેળા જેવો માહોલ કરીને બેઠા હોય છે. સામાન્ય દિવસોની જેમ બાળકોને લઈને ફરવા આવે છે. આ દશ્યો લોકડાઉન ખુલ્યા બાદ સતત સર્જાઈ રહ્યા છે આમછતાં ભુજ નગર સેવા સદને કોઈ કાર્યવાહી કરી નાથી. તો બીજીતરફ જાહેરનામાના પાલન કરવાની જેની જવાબદારી છે પોલીસ દ્વારા પણ આ બાબતે કડક કાર્યવાહી ન કરાતા લોકોમાં કાયદા અને આ મહામારીની ગંભીરતા જ જતી રહી છે. બગીચાઓમાં ચોકીદાર હોવાછતાં કઈ રીતે સેંકડો લોકો સામાજિક અંતર જાળવ્યા વગર અંદર મેળાવડા કરી શકે તે પણ તપાસનો વિષય છે. કલેકટર દ્વારા તાત્કાલિક અસરાથી પાલિકાના જવાબદારો સામે લાલઆંખ કરીને કડક પગલા ભરાવાય નહીં તો ભુજમાં સંક્રમણ ઘર કરી જાશે ત્યારે માથે હાથ દઈને રોવાનો વારો આવશે.