ભુજઃ જુની રાવલવાડીમાં કાર બેફામ ચલાવવા બાબતમાં છરી વડે હુમલો
- બે અજાણ્યા સહિત છ ઈસમો સામે જાતિ અપમાનીત સહિતની કલમો તળે ગુનો દાખલ
ભુજ: શહેરના જુની રાવલવાડી વિસ્તારમાં ગાડી ચલાવવા મુદ્દે છરી વડે હુમલો કરાતા આ બનાવમાં બે અજાણ્યા સહિત છ ઈસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ખીમજી વાલજી મહેશ્વરીએ નોંધાવેલી ફરીયાદ મુજબ ગાડી ચલાવવાની બાબતમાં સામાવાળા ઈસમોએ બોલાચાલી કરીને આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા ઘાતક હથિયારો ધારણ કરી જાતિ પ્રત્યે અપમાનીત કરીને છરી વડે હુમલો કર્યો હતો. ખીમજીભાઈને માથાના પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ઈશ્વર શીવજી, કિશન શીવજી, દિનેશ વાઘેલા, અનિલ રમેશ તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરાયો છ. રાત્રિ દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો.