FOLLOW US

ગાંધીધામમાં ભરબપોરે મિનિટોમાં રૃા. ૧.૦૫ કરોડની 'આંગડિયા લૂંટ'

- ધમધમતા જવાહર ચોક વિસ્તારમાં પી.એમ. એન્ટરપ્રાઈઝમાં લૂંટઃ હેલમેટધારી ચાર બાઈકસવારોએ બંદૂક બતાવી લૂંટ કરી

- ચાલુ વર્ષે ગાંધીધામમાં ત્રીજી આંગડિયા લૂંટઃ પાંચ મિનિટમાં 'ટીપ' આધારિત અને આયોજનબધ્ધ લૂંટમાં જાણભેદૂની સંડોવણી, સમગ્ર કચ્છમાં નાકાબંધી

Updated: May 23rd, 2023

ગાંધીધામ, તા. ૨૨ 

કચ્છની વ્યવસાય નગરી ગાંધીધામમાં ચાલુ વર્ષે ત્રીજી આંગડિયા લૂંટની ઘટના બની છે. ગાંધીધામના જવાહર ચોક, ડી.બી.ઝેડ નોર્થ ખન્ના માર્કેટ રોડ પર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ (જૂના આંગડિયા) નામની આંગડિયા પેઢીમાં ધોળા દિવસે બંદૂકના નાળચે ચાર ઈસમોએ ૧.૦૫ કરોડ રોકડાં રૃપિયાની લૂંટ ચલાવી હતી. મિનિટોમાં જ લૂંટ કરીને ચાર લૂંટારા બાઈક ઉપર આસાનીથી નાસી જતાં પોલીસમાં દોડાધામ મચી છે. રૃમાલની બૂકાની ઉપર હેલ્મેટ પહેરીને બે બાઈકમાં આવેલા શખ્સો લૂંટને અંજામ આપી ખન્ના માર્કેટ તરફ નાસી ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા નાકાબંધી કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ કાર્યવાહી આરંભી છે.

અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આ લૂંટનો બનાવ બન્યો હતો. જે સમગ્ર બનાવ આંગડિયા પેઢીમાં રહેલાં સીસીટીવી કેમેરામાં લૂંટનો બનાવ કેદ થઈ ગયો છે. બે બાઈક મારફતે હેલમેટ પહેરી ચાર ઈસમો વારાફરતી આંગડિયા પેઢીમાં પ્રવશ્યાં હતાં.  પ્રવેશતાંની સાથે જ પોત-પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવા હિાથયારો બહાર કાઢીને કર્મચારીઓ સામે તાકી દીધા હતા. ત્યારબાદ પેઢીમાં રહેલી રોકડ રકમ ભરેલાં બે થેલાં લઈને બે બાઈક પર ડબલ સવારીમાં ચારે લૂંટારા નાસી છૂટયા હતા. આ બનાવમાં કુલ એક કરોડ પાંચ લાખ રૃપિયા જેટલી રકમની લૂંટ હોવાનું જાણવા મળ્યું હતું. 

મિનિટોમાં જ આંગડિયા લૂંટની ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવીઝન પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સૃથળે પહોચી હતી અને જે દિશામાં લૂંટારા ભાગ્યા હતા તે દિશા તરફ તપાસ આદરી હતી. જોકે બનાવ અંગે એ ડિવિઝન પોલીસ માથકે આ અંગે મોડે સુાધી ફરિયાદ દાખલ થઇ ન હતી. 

લૂંટારા પોતાની સાથે બેગ પણ લાવ્યા હતા 

બે બાઈક મારફતે આવેલા શખ્સો પોતા સાથે બેગ પણ લાવ્યા હતા. પૂર્વ તૈયારીના ભાગરૃપે દરેક ઇસમોએ મોઢા પર રૃમાલ બાંધી તેના પર હેલ્મેટ પહેર્યું હતું તાથા દરેક ઈસમ પાસે બે પિસ્તોલ જેવા હિાથયાર હતા. જોકે સીસીટીવી ફૂટેજ જોતા હિાથયાર સાચા હતા કે ખોટા તે અંગેની ચર્ચા પણ શહેરમાં ફેલાઈ હતી. 

કચ્છમાં ત્રણ વર્ષમાં સાત આંગડિયા લૂંટ થઈ તેમાંથી ચાર અંજાર-ગાંધીધામમાં

વર્ષ ૨૦૨૧ : - અંજારની આંગડિયા પેઢીમાં ૬૩ લાખની લૂંટ થઈ હતી જેનો ભેદ ઉકેલાયો નથી

- ગાંધીધામની પૂણમા આંગડિયામાં ૪૦ લાખની લૂંટ હતી જેનો ભેદ ઉકેલાયો હતો.

- ભુજની આંગડિયા પેઢીમાં ૧૨ લાખની લૂંટ થઈ હતી,જેનો ભેદ ઉકેલાયો હતો

વર્ષ ૨૦૨૨ : - રાપરની આંગડિયા પેઢીની માળિયા નજીક એસ.ટી બસમાં ૬૨.૫૦ લાખની લૂંટમાં ૬ આરોપી પકડાયા હતા

- દિવાળી વખતે ભુજના મહેરઅલી ચોકમાં આગડીયા પેઢીમાંથી ખુદ કર્મચારીએ જ બે લાખની લૂંટ કરી હતી.જેનો ભેદ ઉકેલાઈ ગયો.

વર્ષ ૨૦૨૩ :- ગાંધીધામના ભારતનગરમાં આ આંગડીયા પેઢીના કર્મચારીને જ લૂંટી લેવાયો હતો.જેમાં ૩૫ લાખની લૂંટ થઈ હતી. 

- બે મહિના પહેલાં આ જ આંગડિયા પેઢીનો સંચાલક તેના ઘરમાં જ લૂંટાયો હતો અને ૪૨ લાખની લૂંટ કરનારાં પરપ્રાંતિય ટોળકીને ઝડપી લેવાઈ હતી

આઈપીએલ ક્રિકેટ સટ્ટાની મોટી રકમ હતી? આંગડિયા પેઢી સટ્ટાકીંગના ભત્રીજા સંચાલિત

આંગડિયા લૂંટના પગલે અનેક પ્રકારની ચર્ચાઓ  છે. આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. પ્રિલીમિનરી રાઉન્ડસની મેચો પૂર્ણ થઈ છે અને સેમીફાઈનલ રાઉન્ડસ શરૃ થવાના છે તે પહેલાં હિસાબોની લેવડદેવડ થઈ રહી છે. ક્રિકેટ સટ્ટાની લેવડદેવડ થતી હોવાના કારણે મોટી રકમ હોવાની ચર્ચા થઈ રહી છે. બીજી ચર્ચા એવી છે કે, ૨૦૦૦ની નોટો અન્યત્ર મોકલવાની હોવાથી મોટી રકમ હોઈ શકે છે. આ આંગડિયા પેઢી ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલા પોલીસ જેને શોધી રહી છે અને વિદેશ ભાગી ચૂકેલા સટ્ટા કીંગના ભત્રીજા દ્વારા સંચાલિત હોવાની પણ ચર્ચા હોવાના કારણે આઈપીએલ મેચોના હિસાબની મોટી રકમ હોવાની ચર્ચા વધુ વેગવાન છે.

બે મહિના પહેલા આ આંગડિયાના ૪૨ લાખ લૂંટાયા હતા

આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, અંદાજીત ૨ મહિના પહેલા અપના નગર ખાતે પોતાના ઘરમાં જઈ રહેલા આંગડિયા પેઢીના સંચાલક પર ફાયરીંગ કરી ૪૨ લાખની લુંટ ચલાવવામાં આવી હતી. જે સંચાલક પીએમ એન્ટરપ્રાઇઝ (જુના આંગડિયા) પેઢીનો જ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તે બનાવમાં પોલીસે આરોપીઓને ગોવા ખાતેાથી ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. જે બનવા ૨ મહિના બાદ ફરી એ જ આંગડિયા પેઢીને નિશાન બનાવવામાં આવતા અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. 

Gujarat
IPL-2023
Magazines