Get The App

મગફળી નિકળતા જ ચારાનું વેચાણ શરૃ, મણે રૃ.૮૦થી ૧રપ સુધી ભાવ

- એક વરસ સુધી ચાલે એટલા ચારાની વ્યવસ્થા થઈ શકશે

- ઉનાળાની સિઝનમાં ચારાની અછત થાય ત્યારે ભાવ બમણાથી વધારે થઈ જતા હોય છે, હાલ ચારાની ખરીદી કરતા પશુપાલકો

Updated: Nov 10th, 2020

GS TEAM

Google News
Google News
મગફળી નિકળતા જ ચારાનું વેચાણ શરૃ, મણે રૃ.૮૦થી ૧રપ સુધી ભાવ 1 - image

આણંદપર, તા.૯

હાલ વરસાદ સારો પડતા વગડાઓમાં ઘાસચારો સારા પ્રમાણમાં ઉગી નિકળ્યો છે. આ ચારો શિયાળાના ચાર મહિના સુાધી ચાલે છે અને પશુઓ તેનું ચારણ કરે છે. પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે પશુઓ માટે પશુપાલકોને ચારા માટે તકલીફ પડતી હોય છે. ત્યારે સીમમાં ચારો ખૂટવાથી પરેશાની ભોગવવી પડે છે અને સાથે ચારાના ભાવો પણ વાધારે પડતા આપવાની ફરજ પડતી હોય છે. આ સમયે મગળફળી (કોટી)નો ચારો પશુઓ માટે લાભદાયક રહેતો હોય છે.

મગફળી(કોટી)નો ચારો પશુઓ માટે સારો હોય છે અને કચ્છમાં ખેડુતો દ્વારા વર્ષમાં મગફળીનું વાવેતર ઉનાળું અને ચોમાસુ એમ બે વખત કરાય છે.  વાધારે પડતુ વાવેતર ચોમાસામાં કરવામાં આવતું હોય છે. જ્યાં પાણીસારા હોય ત્યાં બે વખત ખેડુતો વાવેતર કરતા હોય છે જ્યાં પાણી નબળા હોય ત્યા ંખાલી ચોમાસામાં કરતા હોય છે. ચોમાસાનું પાલર પાણી મગફળીના પાકને મળતા સારો એવો ફાયદો કરાવે છે અને મગફળીની કોટી સારો થાય છે. આમ મગફળી નીકળતાની સાથે જ પશુ પાલકો ખેડૂતોની વાડીના ખળામાં જઈને ચારાનો વેપાર કરતા હોય છે. કોઈક ખેડુત મણના ભાવે, અમુક ભારી પર ,અમુક ટ્રેકટરની ટ્રોલી પર તો અમુક ખેડુતો તેમજ પશુપાલકો વાડીના ખળામાં પડેલા ચારાના ઢગલાઓનું ઉાધડમાં વેપાર કરતા હોય છે. હાલ સીઝન પર કોટીનો મણ રૃ.૮૦ થી ૧૨૫માં વેંચાય છે. જ્યારે ઉનાળાની સિઝનમાં ચારાની અછત થાય છે, ત્યારે એક મણના ભાવ બસોથી લઈને ત્રણ સો રૃપિયા સુાધી બોલાતા હોય છે. જેાથી કરીને પશુપાલકો પોતાના પશુઓને ચારાની તકલીફ ના પડે એટલા માટે સીઝન પર ચારાની વ્યવસૃથા કરતા હોય છે. જે ટ્રેકટર કે ટ્રક દ્વારા પોતાના ઢોરવાડા સુાધી પહોંચતો કરીને સાચવતા હોય છે.

Tags :