Get The App

અંતરજાળઃ ગણેશ વિસર્જન કરતાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ મોત

- કાકા-ભત્રીજા ડૂબવા લાગ્યાં, બચાવવા જતાં આધેડે જીવ ખોયો

- સંસ્થાએ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવી હતી છતાં તળાવમાં જતા દુર્ઘટના : ગણેશ સ્થાપન કર્યું હતું તે અશોક પાલ અને ૧૪ વર્ષના ભત્રીજાના મૃત્યુથી અરેરાટી

Updated: Sep 24th, 2023

GS TEAM

Google News
Google News
અંતરજાળઃ ગણેશ વિસર્જન કરતાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ મોત 1 - image

ગાંધીધામ, તા ૨૩

ગાંધીધામમાં ગણેશ સૃથાપનાના પાંચમા દિવસે ગણેશ વિસર્જન કરવા સપના નગરના પરિવાર સાથે આડોશ-પાડોશના લોકો ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે ગણેશ વિસર્જન કરવા ગયા હતા. જ્યાં એક સ્વૈચ્છીક સંસૃથા દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસૃથા રાખી હોવા છતાં તળાવમાં ઉતરી કાકા ભત્રીજો ગણેશ વિસર્જન કરવા જતા તે ડૂબવા લાગ્યા હતા. જેને બચાવવા એક આાધેડ તાળવામાં પડતા તેમનું પણ ડૂબી જવાથી મોત થયું હતું આ ઘટનામાં કાકા ભત્રીજા સાથે આાધેડનું એમ કુલ ત્રણ મોત થતા ભારે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે સૃથાનિકેાથી મળતી માહિતી મુજબ ગાંધીધામના સપના નગર વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય અશોકપાલ સોપાનચંદ્ર પાલના ઘરે ગણેશ સૃથાપના કરી હતી. જેનો પાંચમો દિવસ હોવાથી પરિવારજનો અને આસપાસ રહેતા પાડોશીઓ દ્વારા તેનું વિસર્જન કરવાનું હોવાથી અંતરજાળ હનુમાનજીના મંદિર પાછળ આવેલા ખાડા રૃપી તળાવમાં વિસર્જન કરવાનું નક્કી કરી ત્યાં ગયા હતા. જ્યાં એક સ્વૈચ્છીક સંસૃથા દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસૃથા રાખી હતી પરંતુ ત્યાં ગયેલા સૃથાનિકોએ પોતે જાતે જ ગણેશ વિસર્જન કરવાનું નક્કી કરી અશોકપાલ સાથે તેમનો ડી.સી. ૫માં રહેતો ભત્રીજો ૧૪ વર્ષીય સાહીલ આશિષપાલ તળાવમાં વિસર્જન કરવા ગયા હતા પરંતુ તળાવમાં ઊંડા ખાડા હોવાથી તે અચાનક ડૂબવા લાગ્યા હતા.

કાકા- ભત્રીજાને ડૂબતાં જોઈ તેમની સાથે જ ગયેલા ટી.સી.એક્સ. વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય કિશોર પોપટલાલ સાંખલા તેમને બચાવવા પડયા હતા. જે પણ ખાડામાં જતા જ ડૂબવા લાગતા ત્રણેયનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઈટર અને દિન દયાલ પોર્ટની ફાયર ફાઈટરની ટિમો સાથે આદિપુર પોલીસ અને ગાંધીધામ-કંડલાની પોલીસ પણ ઘટના સૃથળે દોડી આવી હતી. અને ફાયર ફાઈટરની ટીમ દ્વારા અંદાજીત એક કલાક સુાધી ભારે જહેમત કરીને તળાવમાંથી આં ત્રણ મૃતદેહ કાઢીને આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પરિવારના લોકો દોડી આવ્યા હતા. એક જ ઘરના બે સદસ્યો સાથે કુલ ત્રણના મોતની ગોજારી ઘટનાથી સમગ્ર હોસ્પિટલમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

ગણેશ વિસર્જન માટે કંડલા ખાતે વ્યવસ્થા છેઃ પોલીસની અપીલ

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગણેશ વિસર્જન માટે કંડલા ખાતે સુવિાધા કરવામાં આવી છે. જેાથી ગાંધીધામમાં શિણાય, અંતરજાળ અને કિડાણા ગામના તળાવમાં વિસર્જન કરવા ન જઈ લોકો કંડલા ખાતે ગણેશ વિસર્જન કરવા જાય તેવી અપીલ કરવામાં આવી હતી.

Tags :