કચ્છમાં કોરોનાથી બીજું મોત
- માત્ર એક દિવસમાં દરશડીના આધેડના શ્વાસ થંભી ગયા!
- કચ્છમાં એક્ટીવ કેસ ૪૩, રાજકીય નેતાઓના ઈશારે પોઝિટિવ દર્દીઓની હિસ્ટ્રી છુપાવતું તંત્ર
ભુજ, બુધવાર
કચ્છમાં બહારાથી આવનારા લોકો થકી દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વાધતું જઈ રહ્યું છે. આજે વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જે પૈકી એક આાધેડનું આજે જ મોત પણ નીપજ્ય છે. કચ્છમાં કોરોના વાઈરસે આ બીજા વ્યક્તિનો ભોગ લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છમાં ગઈકાલે બે કેસનો ઉમેરો થયો હતો. જે બાદ આજે પણ કોરોનાની હાજરી નોંધાઈ છે. જેના કારણે કચ્છમાં અત્યારસુાધી કોરોનાનો ભોગ બનેલા લોકોનો આંક કુલ ૬૮ પહોંચી ગયો છે. બીજીતરફ કોરોનાને માત આપીને સાજા થયેલા અન્ય ૮ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હરી ઓમ હોસ્ટલમાંથી ૬ વ્યક્તિ તાથા એલાયન્સ હોસ્પિટલમાંથી ૨ દર્દીઓ ઘરે પહોંચ્યા હતા. આમ ૮ દર્દીઓને બાદ કરતા તાથા આજના બે પોઝીટીવ દર્દીને ઉમેરતા એકટીવ કેસ એટલે કે સારવાર હેઠળના દર્દીઓ ૪૩ રહ્યા છે. વહીવટીતંત્ર ના જણાવ્યા મુજબ આજે અબડાસા તાલુકાના સાંધણનો ૩૦ વર્ષીય યુવાન તાથા માંડવી તાલુકાના દરશડી ગામના ૫૨ વર્ષીય આાધેડ કોરોનાનો ભોગ બનતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં દરશડીના આાધેડની સિૃથતિ ગંભીર હોવાથી તેને જી.કે.માં વેન્ટીલેટર હેઠળ રાખવામાં આવ્યા હતા. દરમ્યાન દરશડી ગામના આાધેડ ઈશ્વરલાલ પટેલ ઉ.વ. પર નંા આજે રાત્રે ૯-૨૨ કલાકે મોત થયું હોવાનું જિલ્લા વિકાસ અિધકારીએ જણાવ્યું છે.
આ બંનેને કેવી રીતે ચેપ લાગ્યો તે અંગે તંત્રે વિગતો જાહેર કરી નાથી. છેલ્લા થોડા સપ્તાહાથી પોઝીટીવ દર્દીઓની હિસ્ટ્રી રાજકીય નેતાઓના ઈશારે તંત્ર છુપાવી રહ્યું છે. ક્ચ્છ બહારાથી આવનારા લોકો તરફી લોકોની નારાજગી વાધી છે તેમજ તેઓને અહીં લઈ આવવા માટે રજુઆતાથી કરીને અન્ય ભુમિકા ભજવનારા રાજનેતાઓ પર લોકો માછલા ધોતા હોવાથી પોતાની ઈજ્જત બચાવવા નેતાઓએ દર્દીઓની માહિતી છુપાવવાની તરકીબ અપનાવી છે.
અબડાસાના બુટા ગામેથી તંત્ર દ્વારા આઠ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા
અબડાસા તાલુકાના બુટા ગામે ભાનુશાળી વાડીમાં ક્વોરન્ટાઈન કરવામાં આવેલા લોકોમાંથી બિમારીના લક્ષણ ધરાવતા આઠ લોકોના સેમ્પલ કલેક્શન ટીમ દ્વારા લેવામાં આવ્યા છે. વાયોર પીએચસી હેઠળ આવતા બુટા ગામે આસપાસના ગામોના લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ફાર્માસિસ્ટ હરેશ ચૌધરીના જણાવ્યા અનુસાર આ લોકો પૈકી શરદી, ઉાધરસ, તાવ જેવી બિમારી ધરાવતા આઠ લોકોના આજે સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા છે. છેલ્લા બે મહિનાથી અહી ર૪ કલાક દરમિયાન લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. તાથા શંકાસ્પદ કેસ જણાય તો તરત જ તપાસ માટે નમૂના એકત્ર કરાઈ રહ્યા છે.
સાજા-નરવા દર્દીને ફક્ત ર૪ કલાકમાં વેલ્ટિલેટર પર રાખવાની ફરજ પડી!
કોરોનાની મહામારી દિવસેને દિવસે વકરી રહી છે. એક તરફ સરકાર દ્વારા ટેસ્ટની સંખ્યા ઘટાડી નાંખવામાં આવી હોવાના આક્ષેપ થાય છે, બીજી તરફ લોકડાઉન હળવું થતા આખા ગુજરાતની માફક કચ્છમાં પણ લોકો બેફિકર બનીને બજારોમાં ટોળે વળી રહ્યા છે. ત્યારે માંડવી તાલુકાના દરશડી ગામના કોરોના પોઝિટિવ આાધેડનો કિસ્સો કોરોનાની મહામારીની ગંભીરતાનો દાખલો પુરો પાડે છે. આ આાધેડ મુંબઈાથી આવ્યા છે. તેમને તંત્રએ ૧૪ દિવસ સુાધી ક્વોરન્ટાઈન કર્યા હતા. ગઈકાલે તેમનો ક્વોરન્ટાઈનનો સમય પુરો થતા સામે ચાલીને સંપૂર્ણ સ્વસૃથ હાલતમાં પીએચસી ખાતે આરોગ્ય તપાસ કરાવવા ગયા હતા. અહી તબીબી સ્ટાફે તેમની તપાસ કરીને તાત્કાલિક ભુજ જનરલ હોસ્પિટલમાં જતા રહેવાની સૂચના આપી હતી. તેઓ ભુજ ખાતે આરોગ્ય તપાસ માટે પહોંચતા જ ધીમે ધીમે તેમની તબિયત લાથડવા માંડી હતી અને થોડા સમયમાં જ તબિયત એટલી ગંભીર બની ગઈ કે વેલ્ટીલેટર પર રાખવાની ફરજ પડી! ફક્ત ર૪ કલાકમાં એક સ્વસૃથ દેખાતા આાધેડ દર્દીની હાલત આટલી કફોડી બની હતી. ત્યારે ફક્ત લક્ષણો દેખાય તેવા દર્દીઓને જ કોરોના હોવાનું માનતા અને બેફિકર થઈને ફરતા લોકો માટે આ કિસ્સો ચેતવણી રૃપ છે.