કચ્છના દરિયા કાંઠેથી ચરસના વધુ 88 પેકેટ મળી આવ્યા
- પૂર્વ કચ્છ પોલીસ વડા દરિયાકાંઠે દોડી ગયા
- બોરીઓમાં પેક કરેલા પેકેટ મળતા તેના આધારે મોટુ કન્સાઈનમેન્ટ હોવાની સુરક્ષા એજન્સીઓને શંકા
કચ્છના દરિયા કાંઠે કરોડો રૂપિયાની કિંમતના ચરસના જથ્થાને સુરક્ષા એજન્સીઓ કબ્જે કરી રહી છે ત્યારે વધુ ૮૮ પેકેટો મળી આવ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ કોસ્ટગાર્ડની ટીમે અબડાસા અને માંડવીના દરિયાઈ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં ૮૮ પેકેટો કબ્જે કર્યા છે જે પેકેટો મળી આવ્યા છે તે બોરીઓમાં પેક થયેલા છે ત્યારે મોટુ કન્સાઈનમેન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે આ પેકેટો કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવી રહ્યા છે જેથી ચોક્કસ પણે કહી શકાય કે આસપાસના વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી થવાની હશે. જો કે આ કેસમાં વધુ તપાસ થાય તો અનેક દેશદ્રોહી તત્વોના નામ બહાર આવે તેમ છે. આજે પોલીસ વડા સૌરંભ તોલંબીયા, નાયબ પોલીસ અધિક્ષક વી.એન.યાદવની ટીમે દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.