કચ્છના જખૌ કાંઠેથી અફઘાની ચરસના વધુ 60 પેકેટ મળ્યા
એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન યથાવતઃ વધુ ડ્રગ્સ મળવાની શક્યતા
ભુજ: કચ્છ જિલ્લાની સાગર તટે માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો આજે બુધવાર સુધી યથાવત રહેવા પામ્યો છે.આજે જુદીજુદી એજન્સીઓના સર્ચ દર ૬૦ પેકેટ ચરસના મળી આવ્યા છે. ૧૨ દિવસમાં ૨૪૨ પેકેટ મળી આવ્યા છે. ગત ૮ જૂનથી કોટેશ્વર થી નારાયણ સરોવર સુધીના દરિયાઇ વિસ્તારમાંથી મળી રહેલા બિનવારસી ચરસના પેકેટનો આંક આ વર્ષે ૨૪૨ સુધી પહોંચ્યો છે. સતત મળી રહેલા નશીલા પેકેટના પગલે સલામતી દળો અને સુરક્ષા એજન્સીઓએ સઘન પેટ્રોલીંગની પ્રક્રિયા વધારી દીધી છે. ગત ૮ જૂનથી દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે.
આજે અબડાસા તાલુકાના પિંગલેશ્વર અને નાયરો નદી વચ્ચેના સમુદ્રી વિસ્તારમાંથી સવારે ૬.૫૦ના અરસામાં વધુ ચરસના વધુ ૮ બિનવારસુ પેકેટ મળી આવ્યા છે.સીમા સુરક્ષા દળ દ્વારા જખૌ વિસ્તારમાં ૪૨ પેકેટ જયારે નેવી ઇન્ટેલીજન્સ યુનિટ જખૌ નજીક ૧૦ પેકેટ મળી આવ્યા છે.આજે ૬૦ પેકેટ મળી આવ્યા છે. હાલ પણ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત રહેવા પામ્યું છે ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયાકિનારો છે .જેમ રઈશ ફિલ્મમાં દરિયાનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરાયો હતો હવે આ દરિયો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બન્યો છે કારણકે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં એટીએસ અને કોસ્ટગાર્ડને સફળતા મળી જ છે સાથે હવે બિનવારસુ ડ્રગ્સ મળી આવે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગનું ડ્રગ્સ પાકિસ્તાન તરફથી આવે છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ માછીમારી બોટમાં પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે દરિયામાં કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સીની બોટ જોઈ જાય તો આ પેડલરો ડ્રગ્સના કોથળા દરિયામાં ફેંકી દે છે. ચરસ સહિતના કેફી દ્રવ્યને પેકીંગ એવી રીતે કરવામાં આવે છે કે,દરિયાના ખારા પાણીમાં પેકેટ પડયા હોય તેમ છતાં નુકશાન થતું નથી. દરિયો કોઈપણ વસ્તુ સમાવતો નથી એટલે કિનારા પર ફેકી દે છે જ્યાં એજન્સીઓના હાથે બિનવારસુ ડ્રગ્સ પકડાઈ જાય છે. ભૂતકાળમાં અમુક માછીમારોને ડ્રગ્સ મળતા તેઓ વેચવા ગયા હતા જ્યાં પકડાઈ ગયા હતા.
આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત ૫૦ લાખ છે. જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજુ પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે. આમ તો મોટાભાગે કચ્છ થી દ્વારકા સુધીના દરિયાકાંઠે ચરસ જ મળી આવે છે પણ ક્યારેક મોંઘેરા ડ્રગ્સ પણ મળી આવે છે કચ્છનો દરિયાકાંઠો વિશાળ છે અને તેજ પવનના કારણે ડ્રોન ઉડાવી શક્તા નથી. આવા સંજોગોમાં એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત છે. બીએસએફ, મરીન કમાન્ડો, સ્ટેટ આઈબી, પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી, જખૌ, જખૌ મરીન, માંડવી, નારાયણ સરોવર, કોઠારા પોલીસ ઉપરાંત જીઆરડી જવાનો દ્વારા કરવામાં આવતા સંયુક્ત પેટ્રોલિંગમાં આ સફળતા મળે છે.
દરિયામાં ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇનથી પાણીનું વહેણ હાલ કચ્છના અબડાસા અને લખપત તરફ છે. કોટેશ્વરથી પિંગલેશ્વર સુધીના દરિયામાં વહેણ વધારે છે. જેથી આ વિસ્તારમાં દરિયામાં તણાઇને કિનારા પર આવતા પેકેટની સંખ્યા વધારે છે. અન્ય વિસ્તારોમાં વહેણનું ઓછુ છે. દ્વારકા નજીક પણ દરિયાઈ વહેણના કારણે ડ્રગ્સના બિનવારસુ પેકેટ કાંઠા પર આવતા પેટ્રોલિંગ દરમ્યાન ડ્રગ્સ મળી રહ્યું હોવાનુ સામે આવ્યું છે. આ જ કારણોથી કચ્છમાં અગાઉ ૨૧ માનવરહિત ટાપુઓમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલે સુથરી અને પિંગલેશ્વરના બીચ પર સ્થાનિક પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે અહીં દિશાસૂચક બોર્ડ લગાવી આવા સંદિગ્ધ પેકેટ મળે તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે.
૧૨ દિવસમાં ચરસના
૨૪૨ પેકેટ્સ મળ્યા |
તારીખ - સ્થળ -
પેકેટ |
૮-૬ - રોડાસર - ૨ |
૯-૬ - કડુલી - ૧૦ |
૧૧-૬ - સિંધોડી - ૯ |
૧૩-૬ - ખીદરતપીર-૧૦ |
૧૪-૬ - ધોળુંપીર -
૧૦ |
૧૪-૬ - રોડાસર - ૧૦ |
૧૫-૬ - લુણા બેટ -
૧૦ |
૧૬-૬ - ખીદરતટાપુ -
૧૦ |
૧૬-૬ - કોટેશ્વર - ૧
|
૧૭-૬ - પિંગલેશ્વર -
૧૦ |
૧૭-૬ - ખીદરતટાપુ-
૧૦ |
૧૭-૬ - બાંભડાઈ - ૪૦ |
૧૭-૬ - કુંડીબેટ -
૧૯ |
૧૮-૬ - પિંગલેશ્વર -
૧૦ |
૧૮-૬ - શેખરણ પીર -
૨૧ |
૧૯-૬ - જખૌ - ૬૦ |
કુલ - ૨૪૨ |