કચ્છમાં કોરોનાના વધુ ૧૦ નવા કેસો નોંધાયા : ૨૪ કલાકમાં બે નાં મોત
- જિલ્લામાં કિલર કોરોનાનો આતંક ઓછો જ થતો નથી
- ૩-૩ કેસ અબડાસા, ૨ અંજાર અને એક-એક લખપત-મુંદરા તાલુકામાં, કચ્છ જિલ્લામાં લોકોને હજુ પણ કોરોનાનો ડર નથી
ભુજ,શનિવાર
કચ્છમાં કોરોના કંટ્રોલ બહાર જતો હોય તેમ આજે નવા ૧૦ કેસો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં પોઝીટીવ કેસોનો કુલ આંક ૨૪૨ પહોંચ્યો છે. લોકો દ્વારા માસ્ક પહેરવામાં આવતા નાથી અને સોશ્યિલ ડિસ્ટન્સની અમલવારી પણ કરાવાતી ન હોવાથી કેસો ઝડપભેર આગળ વાધી રહ્યા છે. વધુમાં, ૨૪ કલાકમાં બે ના મોત પણ થયા છે.
આજે પોઝીટીવ આવેલા કેસોમાં અબડાસા તાલુકાના ૩-૩ અને બે કેસ અંજાર તેમજ એક-એક લખપત અને મુંદરા તાલુકામાં નોંધાયેલ છે. અબડાસાના સાંઘીપુરમમાં રહેતા ઈન્દુર શેખા કામત(૩૦) અમિત યાદવ(૨૧), કમલ ભગવાન પ્રસાદ(૪૧) નામના યુવકોને કોરોના થયો છે. તેઓ સંક્રમિતના સંપર્કમાં આવવાથી કોરોનાનો ભોગ બન્યા છે.
ગાંધીધામના કાર્ગો એરિયામાં રહેતા કમલ ભગવાનપ્રસાદ શર્મા(૬૦), ભારત નગર નજીક સ્વામિનારાયણ હાઉસીંગ સોસાયટીમાં રહેતા જયાબેન ઠકકર(૬૭) તેમજ આદિપુરના અંતરજાળના સહયોગનગરમાં રહેતા શંકરભાઈ લખુભાઈ પટેલ(૪૭)ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અંજારના વરસામેડીમાં ખાનગી કંપનીના કર્વાટરમાં રહેતા ૩૩ વર્ષિય રામપ્રતાપ અને વરસામેડી નજીક બાગેશ્રી ટાઉનશીપ-૨માં રહેતા ૫૪ વર્ષિય હિમાંશુ ગોખલેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. લખપતના ઘડુલી ગામે શંકર મંદિર નજીક રહેતા અને મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા દમયંતીબેન દયારામભાઈ પટેલ, મુંદરાના બારોઈ રોડ પર આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષીય સંજયભાઈ હરિકાંત સોનીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સંજયની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવેલ હતુ.
અંતરજાળના શંકરભાઈ વેપારી છે તે રાધનપુરાથી આવ્યા હતા. સેમ્પલ આપ્યા બાદ તે રાધનપુર જતા રહ્યા હતા આજે બપોરે રિપોર્ટ આવ્યા બાદ રાધનપુર પરત જતા તેમને પાટણના આરોગ્ય વિભાગ દ્વારા રાધનપુરની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાબેનની કોઈ હિસ્ટ્રી નાથી. તેઓ ઘર પાસે આવેલા મંદિરે નિત્ય જતા હોઈ કોઈ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતા ચેપ લાગ્યો છે. હિમાંશુ ગોખલે શિપીંગ કંપનીમાં નોકરી કરે છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નાથી. વેલ્સપન કંપનીમાં નોકરી કરતા રામપ્રકાશને અન્ય પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે.
કુલ પોઝિટિવ કેસ ૨૪૨, ૧૧ ના મોત
જિલ્લામાં આજે નોંધાયેલા દસ કેસો મળી કુલ પોઝીટીવ કેસનો આંક ૨૪૨ ઉપર પહોંચ્યો છે. અત્યાર સુાધી ૧૧ દર્દીના મોત થયા છે. જયારે ૧૫૧ દર્દી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જયારે એકટીવ કેસોની સંખ્યા ૮૧ છે.
અબડાસા તાલુકાના દદામાપરના કોરોનાગ્રસ્ત ૮૫ વર્ષીય વૃદ્ધાનું મોત
કચ્છમાં પણ કોરોના ઘાતક બનતો જાય છે. કોરોનાએ કચ્છના અબડાસા તાલુકાના દદામાપર ગામના ૮૫ વર્ષીય વૃધૃધાનો ભોગ લીધો છે. હતભાગી ડાયાબીટીસ અને હાયપર ટેન્શનની બિમારીથી પણ પીડાતા હતા. દદામાપર ગામના લક્ષ્મીબેન લક્ષ્મીદાસ ભાનુશાલીનો ગત છઠ્ઠી જુલાઈના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓ ચોથી તારીખે મહારાષ્ટ્રના થાણેાથી દદામાપર ગામે આવ્યા હતા. ડાયાબીટીસ અને હાયપર ટેન્શનાથી બિમારીથી પિડીત હોવાથી તેમને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ત્યારાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા બાયપેપ સપોર્ટ રખાયા હતા. ગત રાત્રિ શુક્રવારના ૧.૨૭ કલાકે હદય રોગનો હુમલો આવતા નિાધન થયુ હતુ. કચ્છમાં કોરોનાના કારણે મરણાંક ૧૦ થયો છે.
ગાંધીધામ નગરસેવિકાના પિતાનું કોરોનાના રિપોર્ટ પૂર્વે જ મોત
ગાંધીધામ નગરસેવિકાના પિતાનું આજે રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયુ હતુ. વોર્ડ નં.૬ના નગર સેવિકા સુમન શર્માના પિતા કમલ ભગવાન પ્રસાદ(૬૦)ની તબિયત લાથડતા તેમને ભુજ જી.કે.જનરલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. હોસ્પીટલ દ્વારા તેમનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. જો કે, સેમ્પલનો રિપોર્ટ આવે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો. મૃતકના સંપર્કમાં આવેલા ૧૦ લોકોને ઈન્સ્ટિટયુયુશનલ કવોરન્ટાઈન કરાયા છે જયારે બાકીના ૪૫ જણાને હોમ કવોરન્ટાઈન કરાયા છે.