ભુજ, શનિવાર
અંજાર શહેર અને તેની આસપાસનો વિસ્તાર આઝાદી પછી બે-બે વખત ભીષણ ભૂકંપનો બન્યો છે. પ્રાથમવાર ભૂકંપનો ભોગ બનેલ ભૂકંપની ઘટનાને આજકાલ કરતા ૬૩ વર્ષ એટલે કે છ દાયકા જેટલો સમય વીતી ગયો છે. એમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના ભિષણ ભૂકંપ સાથે એ ભૂકંપને અનેક લોકો ભુલ્યા નાથી.
૨૧મી જુલાઈ ૧૯૫૬ના શનિવારની રાત્રે બરાબર નવ વાગ્યે સમગ્ર કચ્છની ધરતી ભીષણ ધરતીકંપાથી ધુ્રજી ઉઠી હતી. પરંતુ અંજારમાં તેની વ્યાપક અસર વર્તાઈ અને શહેરનો પૂર્વ ભાગ કાટમાંળમાં ફેરવાયો હોવાનું ચંદ્રવદન પટ્ટણીએ માહિતી આપતા જણાવ્યું હતું. તે વર્ષમાં કચ્છમાં વરસાદનું આગમન થોડું વહેલું થયું હતું. મોસમને અનુકુળ અને પુરતા પ્રમાણમાં વરસાદ પડયો હોવાનું તેઓએ કહ્યું હતું. તેાથી આનંદ સમગ્ર કચ્છમાં વર્તાતો હતો. પુષ્કળ પાક થશે, સારો વેપાર થશે તે વિચારે સૌ ખુશ હતા. પરંતુ ભીષણ ભૂકંપે બધુ જ તહસનહસ કરી નાખ્યું.
આઝાદી બાદ અંજારમાં આવેલો ભૂકંપએ દેશ પરની સૌથી કરૃણ સૌ પ્રાથમ દુર્ઘટના હતી. ૨૦૦૧ની સરખામણીએ ૧૯૫૬માં ભૂકંપની વ્યાપકતા અને નુકશાની ઓછા લાગે પરંતુ તે સમયની રીતે થયેલું નુકશાન ઘણું વ્યાપક કહી શકાય. ૧૯૫૬ના ભૂકંપાથી પશ્ચિમે ભુજ, ઉત્તરે ખેંગારપર, પૂર્વમાં અંજાર અને ભચાઉનો એક હજાર ચોરસ માઈલનો વિસ્તાર અસરગ્રસ્ત બન્યો હતો. સૌથી વધુ જાનહાનિ અને નુકશાન અંજારમાં થયું હતું. ૧૧૫ લોકો ભૂકંપનો ભોગ બન્યા જેમાં એકલા અંજાર શહેરમાં ૧૦૭ જણાનો સમાવેશ થાય છે. જ્યારે ખોખરામાં ૩, ધમડકામાં ૨ અને ભચાઉ, ભીમાસર, પડાણામાં એક-એક જણાનો ભોગ લેવાયો હતો. ૫૫૦ લોકો ઈજાગ્રસત બન્યા હતા. સમગ્ર જિલ્લાના ૧૫૨ ગામોમાં કુલ ૨૨૨૫ મકાનો જમીન દોસ્ત થયા અને ૬૦૫૧ મકાનોમાં તીરાડો પડી નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું. આ ગામો પૈકી ભુજ તાલુકાના ૭૪, અંજાર તાલુકાના ૬૦ અને ભચાઉ તાલુકાના ૧૮ ગામોનો સમાવેશ થયો હતો.
૨૧મી જુલાઈના ભૂકંપ પછી ચાર-પાંચ દિવસ વરસેલા અનારાધાર વરસાદે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જી હતી. સૌ ખભે-ખભા મિલાવીને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
૨૦૦૧ના ભૂકંપ જેમ ન દેશ-વિદેશમાંથી સહાયનો ધોધ વધ્યો હતો. અનેક સંસૃથાઓ અને વ્યક્તિઓ કચ્છ આવ્યા અને પોતપોતાની રીે વરસતા વરસાદમાં થરાથરતા ઘરબાર વિહોણા લોકોને ગામડે-ગામડે જઈ રાહત પહોંચતી કરી હતી. વ્યક્તિ જવાહરલાલ નહેરુ ભૂકંપ પછીના ૨૮ દિવસે ૧૮મી ઓગષ્ટે અંજાર આવ્યા હતા. કુદરતી પ્રકોપ નિહાળ્યો હતો. ભૂકંપ પછી નયા અંજારનું નીર્માણ થયું તો જવાહરનગર, મોખાણા જેવા ગામો નવા નામાભિાધાન સાથે અસ્તિત્વમાં આવ્યા હતા. ૨૦૦૧માં ફરી આપત્તી ત્રાટકી અને ફરી નવ નિર્માણની ગતિવિાધી વેગીલી બની હતી. જોકે ૧૯૫૬નો અંજારનો ભૂકંપ માનસ પટ પરાથી ભુસાશે નહીં.


