Gujarat

નિરોણા અને ખારડિયા પંથકમાં પણ તીડના બચ્ચા દેખાતા ચિંતા

By GS Team
2 Aug 20202 mins read
This article was originally published on 2 Aug 2020
નિરોણા અને ખારડિયા પંથકમાં પણ તીડના બચ્ચા દેખાતા ચિંતા

ભુજ, શનિવાર

કચ્છમાં આવેલા તીડ હવે જવાનું નામ લેતા નાથી. કચ્છ જાણે કે તીડનો કાયમી વસવાટ વિસ્તાર બની ગયો હોય તેવી સિૃથતિ છેલ્લા કેટલાક સમયાથી ઠેર ઠેર જોવા મળતા તીડને લઈને ઉદ્દભવી છે. કારણ કે અત્યાર સુાધી બહારાથી આવતા તીડના હુમલા થતા હતા, પરંતુ હવે તીડના ઈંડામાંથી બચ્ચા બહાર આવી રહ્યા છે. ત્યારે સાવચેતીમાં જરા અમાથી ચુક જે તે વિસ્તારના ખેડૂતો માટે ઘાતક બને તેવી ભીતિ સેવાઈ રહી છે.

છેલ્લા બે મહિનાથી કચ્છના જુદા જુદા વિસ્તારોમાં છુટા છવાટા તીડના ટોળા જોવા મળી રહ્યા છે. આ તીડ પાકિસ્તાન અને રાજસૃથાન બોર્ડરે તીડના કાયમી સંવાર્ધન વિસ્તારમાંથી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે તીડના ઓછા આક્રમણ અને સમયસર દવાના છંટકાવના કારણે તીડ પર અત્યાર સુાધી નિયંત્રણ રહ્યું છે.

દરમિયાનમાં કચ્છના વિવિાધ વિસ્તારોમાં હવે તીડના બચ્ચા જોવા મળી રહ્યા છે. આ બાબત ગંભીર છે. કારણ કે હવે કદાચ કચ્છની ભૂમિ પણ તીડનું કાયમી સંવાર્ધન કેન્દ્ર બની જાય તેવી શક્યતા છે. થોડા દિવસો પહેલા સુમરાસર અને જામકુનરીયામાં તીડના બચ્ચા દેખાયા હતા. દરમિયાનમાં આજે નિરોણા અને ખારડિયા પંથકમાં તીડના બચ્ચા જોવા મળ્યા હતા. જો કે તંત્રએ તાત્કાલિક પહોંચી જઈને દવાનો છંટકાવ કરીને બચ્ચાઓનો નાશ કર્યો હતો.બીજી તરફ બે મહિના અગાઉ ખેતરમાં કોઈ પાક નહોતો. પરિણામે ખેડૂતોને કોઈ નુકસાન થયું નહોતું. પરંતુ હવે ખરીફ સિઝનનો પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. તેવા સમયે તીડ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. કચ્છમાં જો તીડનો કાયમી વસવાટ થશે તો જે તે વિસ્તારમાં ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બનશે.