Get The App

કચ્છમાં આવતા તમામ લોકોના કોરોના ટેસ્ટ નહીં થાય,માત્ર શંકાસ્પદોના લેવાશે નમુના

- ૨૦ હજારથી વધુ લોકો જિલ્લામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે લોકોમાં ભય

- ચેકપોસ્ટ પર નોંધણી કરી સરકારી હોસ્પિટલોને પ્રવેશની કરાય છે જાણ : સ્ક્રીનીંગ બાદ શંકાસ્પદ લાગે તો જ લેવાય છે નમુના

Updated: May 11th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં આવતા તમામ લોકોના કોરોના ટેસ્ટ નહીં થાય,માત્ર શંકાસ્પદોના લેવાશે નમુના 1 - image

ભુજ, રવિવાર 

કચ્છમાં હાલે ૨૦ હજારાથી વધુ લોકો પ્રવેશી ચુક્યા હોવાની ચર્ચા છે ત્યારે કોરોના મહામારી  ફેલાશે તેવો ભય લોકોમાં ઉભો થયો છે. જો કે, બીજીતરફ અહીં આવનારા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાના તંત્ર માટે શક્ય ન હોવાથી હાલે જે તે વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં બારાતુઓની આરોગ્ય ચકાસણી કરીને જો શંકાસ્પદ લાગે તો જ નમુના લેવાનું આયોજન છે.

લોકડાઉનમાં છુટછાટ મળતા કચ્છના તમામ તાલુકામાં હજારો લોકો આવી પહોંચ્યા છે  . જિલ્લાના મોટાભાગના ગામોમાં બહારના લોકોના પ્રવેશાથી સૃથાનિકોમાં ભયનો માહોલ છે. બીજીતરફ એ ચર્ચા પણ છે કે તેઓના ટેસ્ટ કરાવાય જેાથી પહેલાથી જ ચેપગ્રસ્તની ઓળખ થઈ શકે .  જો કે, બીજીતરફ ભુજમાં કોરોના લેબ ચાલુ થઈ ગઈ હોવાછતાં તમામના ટેસ્ટને પ્રાધાન્ય આપવામાં આવતું નાથી. તંત્ર દ્વારા એવું કહેવાય છે કે, સરકારની ગાઈડલાઈન મુજબ અમે કામ કરી રહ્યા છીએ. જેમાં કોઈ વ્યકિતમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો જ તેના ટેસ્ટ કરવામાં આવે છે તમામના ટેસ્ટ કરવા શક્ય નાથી. તો બીજીતરફ જાગૃતોનું કહેવું છે કે, કોવિડના જે મુજબના લક્ષણો છે તે જોતા અનેક લોકોમાં દિવસો સુાધી કોઈ પ્રાથમિક લક્ષણો જણાતા નાથી ત્યારે બહારાથી આવેલા લોકોને માત્ર હોમ ક્વોરેન્ટાઈનના ભરોષે આ રીતે છોડી દેવા અયોગ્ય છે. કચ્છમાં બહારાથી આવનારા લોકોના ટેસ્ટ અંગે શું આયોજન છે તે મુદે, ડીડીઓ પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, તમામ લોકોના ટેસ્ટ કરવા શક્ય નાથી. હાલે ચેકપોસ્ટ  પર તમામ વ્યક્તિઓના નામ, સરનામા, સંપર્ક વગેરેની ડિટેઈલ તંત્ર નોંધ કરે છે. જે બાદ વ્યકિતના વિસ્તાર મુજબ ડીજીટલી માહિતીની આપ-લે જે તે સરકારી હોસ્પિટલમાં કરી દેવાય છે. ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓ બહારના વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરીને જો કોઈ તાવ, શરદી જેવા લક્ષણો જણાય અને નમુના લેવા જેવું લાગે તો જ કોરોના ટેસ્ટ કરાય છે. સરકારની ગાઈડલાઈન મુજબ લક્ષણોવાળા વ્યક્તિઓના ટેસ્ટને પ્રાધાન્ય અપાય છે. જો કે, બીજીતરફ જાગૃતોએ જણાવ્યું હતું કે, જો જી.કેની લેબમાં રોજના ૧૦૦ સેમ્પલનો ટેસ્ટ કરી શકાય તેમ છે તો બહારાથી આવનારા તમામ લોકોને પ્રાધાન્ય આપીને ટેસ્ટ કરવા જોઈએ. ૧૪ દિવસનો ઘરમાં સમય કઢાવો જોખમી તાથા હાલની સિૃથતીમાં મુર્ખામી ભર્યો છે. જે રીતે બહારના લોકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે અને તંત્રનું ટેસ્ટનું આયોજન છે તે જોતા આવનારા બે અઠવાડીયામાં જોખમી સિૃથતી ઉભી થઈ જશે તેવી ચર્ચાએ જોર  પકડયું છે. 

Tags :