Get The App

અમદાવાદ-ગાંધીધામની ગેંગની વધુ એક સાગીરત ઝડપાઇ ગાંધીધામથી જ ઝડપાઇ

Updated: Aug 15th, 2024

GS TEAM

Google News
Google News
અમદાવાદ-ગાંધીધામની ગેંગની વધુ એક સાગીરત ઝડપાઇ ગાંધીધામથી જ ઝડપાઇ 1 - image

23 લોકોના ખાતા ભાડે લઇ છેતરપિંડીનો દેશવ્યાપી કૌભાંડમાં 

ઝડપાયેલી યુવતી ૪ દિવસના રિમાન્ડ હેઠળ, હજુ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા

ગાંધીધામ: ગાંધીધામના યુવાને તેના મિત્રોના બેન્ક ખાતાનો ઉપયોગ કરી દેશ વ્યાપી છેતરપિંડીનો કારસો ચલાવ્યો હોવાનું એક ફરિયાદ પરથી બહાર આવ્યા બાદ હવે સંપૂર્ણ કૌભાંડ ખુલ્યું છે. આ કૌભાંડનું એપી સેન્ટર કચ્છ હોવાનું બહાર આવ્યા બાદ વધુ એક યુવતીને પોલીસે ઝડપી લીધી છે. જેના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતાં વધુ ચોકાવનારા ખુલાસાઓ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

 

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામ સુંદરપુરીમાં યુવાને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના વિસ્તારમાં રહેતો નરેન્દ્ર કિશનભાઈ રાજપૂત તેનો મિત્ર છે. બે- અઢી મહિના અગાઉ નરેન્દ્રએ તેને રૂબરૂ મળવા બોલાવીને પોતાના બેંક ખાતાની લિમિટ પૂરી થઈ ગઈ હોવાથી તેમજ તેના રૂપિયા આવવાના હોવાથી ૨-૩ દિવસ પૂરતું તેના બેંક ખાતાનો ઉપયોગ કરવા દેવા વિનંતી કરી હતી. જે બાદ ખાતા પરત આપવામાં યુવાન નાટક કરવા લાગ્યો હતો અને બાદમાં તપાસ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને ખાતાની તપાસ કરતા તેમાં ૯૦ લાખથી વધુના ટ્રાન્ઝેક્શનઓ થયા હોવાની જાણ મળતા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવતા  ફરિયાદીના એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી સાત ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તે ફરિયાદ નોંધાતા ની સાથે જ પોલીસે નરેન્દ્ર ને ઝડપી લીધો હતો. નરેન્દ્રની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે ગાંધીધામનાં અલગ ૧૮ લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના ૫ માણસો પાસે નવુ સિમ કાર્ડ લેવડાવી કર્ણાટક બેન્ક ગાંધીધામ તથા બેન્ક ઓફ મહારાષ્ટ્ર ગાંધીધામ તથા અરવલ્લી જીલ્લાના મોડાસાની બેન્ડ ઓફ મહારાષ્ટ્ર બેંકમાં અલગ- અલગ તારીખોમાં કુલ-૨૩ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં તમામ એકાઉન્ટોની કિટ અને એ ટી એમ મૂળ સિકર, રાજસ્થાન અને હાલે નિકોલ, અમદાવાદમાં રહેતા પ્રમોદ કુમાર ઉર્ફે આષિશ જાંગીર નામના વ્યક્તિને આપતો હતો. જેમાં પ્રમોદ મૂળ ગાંધીધામ અને હાલે  અમદાવાદ ખાતે રહેતી હસ્મિતા મનોજભાઈ ઠક્કર અને આદિપુર ખાતે રહેતા રાજ દિપકભાઈ ધનવાણીને આપતો હતો. જેથી પોલીસે પ્રમોદ કુમારને પણ ઝડપી લીધો હતો. જેના બીજા જ દિવસે હસ્મિતા મનોજભાઈ ઠક્કરને પણ પોલીસે ગાંધીધામ ખાતેથી ઝડપી લીધી હતી. જેની પૂછપરછ કરવા માટે પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે ૧૮ તારીખ સુધી એટલે કે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી હવે આ ચાર દિવસમાં વધુ ચોકાવનારી વિગતો બહાર આવી શકે તેવી શક્યતા હોવાનું પોલીસે જણાવ્યુ હતું.