કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ ભુજ વિભાગની ટીમનો વધુ એક સપાટો
આરોપી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રકમ લઇ આઇડીથી ઓનલાઇન સટ્ટો રમાડતો હતો
ભુજ: તાજેતરમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ ભુજ વિભાગની ટીમએ મહાદેવ એપથી ચાલતા ક્રિકેટ સટ્ટાના મુખ્ય સુત્રધાર ભરત ચૌધરીને પકડીને ૫,૨૧૫ કરોડનો આથક વ્યવહારનો પર્દાફાશ કર્યો હતો. હવે દુબઇથી સંચાલિત ક્રિકેટ સટ્ટાકાંડમાં રાધનપુરથી વધુ એક શખ્સને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પાટણના રાધનપુર ખાતે શારદા સોસાયટીમાં રહેતા સાગર દયાળભાઇ લાલવાણી નામના યુવકને પકડી પાડીને વધુ એક દુબઈથી ચાલતા સટ્ટાકાંડને ખુલ્લો પાડયો છે. આરોપી દુબઇથી ચાલતા ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરવા રાધનપુર ખાતેથી અલગ અલગ ૨૧ વ્યક્તિઓના બેન્કના ખાતા ખોલાવી આપી તેનું ભાડુ આપીને તેમની પાસેથી બેન્ક એકાઉન્ટ કીટ તથા બેન્ક સાથે લીંક સીમ કાર્ડ દુબઇ ખાતેથી ચલાવવામાં આવતા ક્રિકેટ સટ્ટા બજારમાં રૂપિયાનો ગેરકાયદેસર વ્યવહાર કરવા માટે બીજાને ભાડે આપીને તેમજ તેના મોબાઇલ ફોનમાં વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલી વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ મેચમાં શરૂઆતથી મેચનું જીવંત પ્રસારણ દરમ્યાન ટીમની હારજીત ૧એક્સબોક્ષ નામની એન્ડ્રોઈડ એલ્પિકેશન પર આઇડી અને પાસવર્ડ નાખી ઓનલાલન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. પોલીસે આરોપીને રૂપિયા ૩૦ હજારના બે મોબાઇલ સાથે ઝડપી પાડયો હતો. આરોપીની પુછપરછમાં તેણે ૨૧ જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને તે તમામ ખાતન ઓનલાઇન ચલાવવા માટેની વિગતો દુબઇ ખાતે વોટ્સએપથી મોકલાવી હોવાનું અને બેન્ક ખાતાના લીંક સીમ કાર્ડ પોર્ટલથી મોકલી આપ્યાની કબુલાત આપી હતી. આ સટ્ટો ચલાવવમાં આરોપી સાગરને અંદાજે પાંચથી છ લાખનો આથક ફાયદો થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કામગીરીમાં સાયબ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજના સીની ઇન્સ્પેકટર એલ.પી.બોડાણાના માર્ગદર્શનથી ઇન્સ્પેકટર વાય.કે.ગોહિલ તેમની ટીમ જોડાઇ હતી.


