કચ્છમાં દિવાળી બાદ લગ્નસરાની સીઝન વેપાર ધંધા માટે વરદાન રૃપ બની
- મહિનાઓ બાદ બજારમાં રૃપિયો ફરતો થયો
- કપડાથી માંડીને ફુટવેર, સુશોભન, લગ્નસરાની વસ્તુઓ, ઈલેક્ટ્રિક ઔબજારમાં ઘરાકીથી વેપારીઓને બુસ્ટર ડોઝ મળ્યો હોય તેવી સ્થિતિ

ભુજ,શુક્રવાર
વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં વેપાર-ધંધા માટે દિવાળી બાદ લગ્નસરાની સીઝન વરદાનરૃપ સાબિત થતા બજારોમાં ભીડ જોવા મળી રહી છે. મહિનાઓની મંદી બાદ આખરે બજારમાં રૃપિયો ફરતો થતા નવા વર્ષના શુભ સંકેત રૃપે વેપારીઓને બુસ્ટર ડોઝ સમાન મોટી રાહત મળવા પામી છે.
આ અંગેની વિગતે વાત કરીએ તો મહામારીના પગલે લદાયેલા નિયંત્રણોના કારણે જનજીવન ઉપર તો અસર પડી હતી તેની સાથો સાથ વેપાર-ધંધા સહિતના તમામ ક્ષેત્રો તેનાથી પ્રભાવિત થયા છે. કોરોના કાળમાં સર્જાયેલો મંદીનો તબક્કો સહન કરવાીથ બજારની રોનક પણ ઉડી ગઈ ગઈ હતી. લોકોએ જરૃરીયાતની મુજબની જ ખરીદી શરૃ કરતા બજારોમાંથી રૃપિયો અદ્દશ્ય થયો હોય તેવી સિૃથતિનું નિર્માણ થયું હતું. મંદીના વમળના કારણે અનેક વેપારીઓને દુકાનના શટરો નીચા કરવાની ફરજ પડી હતી.
આ વર્ષે કોરોના કાબુમાં હોતા દિપોત્સવી પર્વ આવવા ઉપરાંત તેની ઉજવણીને લઈને પણ લોકોએ અનેરો થનગનાટ દેખાડતા તેની અસર કચ્છની બજારો ઉપર પણ જોવા મળી હતી. અને હવે પ્રવાસીઓની સીઝન સાથે લગ્નસરાન મૌસમના લીધે જીવન જરૃરીથી માંડીને અન્ય ચીજવસ્તુઓની મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરતા હોઈ ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી બજારોમાં મહિનાઓ બાદ રોનક પરત ફરી છે.
કપડાથી માંડી ફુટવેર, સુશોભન, વાસણ, ઈલેકટ્રીક, ઈલેકટ્રોનીકસ સહિતની ચીજવસ્તુઓની ખરીદી શરૃ થતા ખૂબ જ લાંબા સમય બાદ રૃપિયો બજારમાં ફરતા વેપારીઓને પણ બુસ્ટર ડોઝ મળ્યો હોય તેવી સિૃથતિનો અનુભવ થયો છે. દિપોત્સવી બાદ લગ્નસરાની સીઝનમાં પણ રોનક જળવાઈ રહેતા વેપારીઓના હૈયે ધરપત વળી છે.

