For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કિડાણામાં જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત બીજા દિવસે પણ યથાવત

- રામ મંદિર સમર્પણ નિધીની રથયાત્રા દરમિયાન

- હુમલાની ઘટનામાં જુદી જુદી ત્રણ ફરિયાદ દાખલ રિક્ષામાં સવાર શ્રમજીવીની હત્યા નિપજાવાઈ

Updated: Jan 19th, 2021

કિડાણામાં જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત બીજા દિવસે પણ યથાવતભુજ,સોમવાર

અયોધ્યામાં નિર્મિત રામ મંદિર માટે કચ્છમાં રામ મંદિર નિિધ સમર્પણ રાથનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાથયાત્રા દરમીયાન ગાંધીધામ તાલુકાના કિડાણામાંથી પસાર થતી હતી તે દરમિયાન પથૃથરમારા સાથે જુાથ આૃથડામણ થવા પામી હતી. આ દરમિયાન એક યુવાનની હત્યા પણ થઈ હોવાનું સપાટી પર આવવા પામતા પોલીસે તપાસ શરૃ કરી છે.

ગાંધીધામના કિડાણામાં ગઈકાલે સાંજે રાથયાત્રા દરમિયાન પથૃથરમારા સાથે જુાથ આૃથડામણ થઈ હતી. રાથયાત્રા પર બોટલો ફેંકવામાં આવી હતી, જેના કારણે યાત્રામાં જોડાયેલા યુવાનો ઘાયલ થયા હતા, રાથને પણ નુકશાની પહોંચી હતી. બેઅંકુશ થયેલી આ યાત્રા દરમિયાન બે જુથૃથો વચ્ચે સૂત્રચ્ચાર સાથે સામસામે તુટી પડયા હતા. આૃથડામણમાં રીક્ષા, બાઈક, ટ્રેકટર જેવા વાહનોમાં આગ ચાંપી દેવાઈ હતી. ઘટના દરમિયાન પોલીસે નવ ટીયર ગેસના સેલ છોડયા હતા. આ દરમિયાન એક યુવાનની હત્યા પણ થઈ હતી.

કિડાણામાં થયેલી જુાથ આૃથડામણ બાદ મોડી રાત્રે નોંધાવેલી ફરિયાદમાં ફરિયાદી નુરમામદ ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓ આદિપુરાથી કિડાણા પોતાના રીક્ષામાં પેસેન્જર ભરીને જતા હતા ત્યારે આ રીક્ષામાં પાંચ મુસાફરો સવાર હતા જેમાં એક યુવાન તેમની સાથે રીક્ષામાં આગળ બેઠો હતો. આ રીક્ષા કિડાણા ગામમાં પહોંચી તે દરમિયાન ૪૦થી પ૦ ઈસમોના ટોળાએ તેમના પર ધસી આવીને છરી, લાકડી જેવા પ્રાણઘાતક હિાથયારોથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ ઘટના સૃથળે થોડે દુર રીક્ષામાં સવાર મુસાફરની લાશ મળી આવી હતી જેમાં અર્જુન માનકી સાવૈયો (ઉ.વ.૩૦)ની હત્યા થઈ હતી. આ ધીંગાણામાં સામા પક્ષના ટોળાએ હતભાગી યુવાનને તિક્ષ્ણ હિાથયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગાંધીધાબ પોલીસ માથકે બીજી ફરિયાદ મુજબ ફરિયાદી વીપુલભાઈ ધનજીભાઈ ઝરૃએ ઈકબાલ હુશેન ચાવડા, ઈબ્રાહીમ જે પાણી વાળા તરીકે ઓળખાય છે તે કાસમ કકલ, હુશેન ખમીશા ચાવડા, સલમાન હુશેન ચાવડા તેમજ ર૦૦ જેટલા ઈસમોના ટોળા વિરૃદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ ગેરકાયદેસર મંડળી બનાવીને ધોકા, છરી, તલવાર જેવા હિાથયાર ધારણ કરીને રાથયાત્રામાં અડચણ ઉભી કરવાના ઈરાદે હુમલો કર્યો હતો. છુટ્ટાપથૃથરો ફરિયાદી તેમજ સાહેદોને મારી ઈજાઓ પહોંચાડી હતી. રાથયાત્રામાં બીરાજમાન ભગવાન શ્રી રામની છબી તોડીને ધાર્મિક લાગણી દુભાવી હતી. દર્શનાર્થી દ્વારા મુકવામાં આવેલ રોકડ રૃપિયાની ધાડ પાડી વાહનોમાં તોડફોડ કરીને આગ લગાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે ત્રીજી ફરિયાદીમાં ગાંધીધામ બી ડીવીઝનના પીએસઆઈ જી.બી.માજીરાણાએ જણાવ્યું હતું કે, ર૦૦ વ્યક્તિઓના ટોળાએ તાથા બાઈક પર આવેલા આરોપીઓ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિશ્વ હિન્દુ પરીષદના આગેવાનો દ્વારા રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રે નિર્માણ પામનાર રામ મંદિરના નિિધ અભિયાન માટે રાથયાત્રા ફેરવવામાં આવી હતી જે કિડાણા મસ્જિદ ચોકમાં થઈને જતી હતી તે દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર સાથેના નારા બોલાતા હોવાથી મુસ્લિમ સમાજના લોકો ઉશ્કેરાઈ જઈ રાથયાત્રા પર પથૃથરમારો કર્યો હતો જેના કારણે બુ જથૃથો સામસામે આવી જતાં જુાથ આૃથડામણ થઈ હતી. છરી, લાકડી, ધોકા, તલવાર જેવા પ્રાણઘાતક હિાથયારો વડે એક-બીજા પર હુમલા કરી ઈજાઓ પહોંચાડાઈ હતી. પોલીસ દ્વારા ટોળાને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. બંદોબસ્ત પર ગયેલા પોલીસના કર્મચારીઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. વાહનોમાં આગ લગાડી તેમજ સરકારી વાહનોના કાચ તોડી નુકશાની પહોંચાડવામાં આવી હતી જે ર૦૦ જેટલા ટોળા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

Gujarat