અબડાસા તાલુકા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત લઘુમતી પ્રમુખની નિમણૂક
- નવા-જુનીનાં એંધાણ વચ્ચે તા.પં. ઉપર કોંગ્રેસનો કબજો
- હનીફબાવા પઢિયારની મહેનત ફળી : ૨૫ વર્ષ બાદ કોંગ્રેસે અબડાસા તાલુકા પંચાયત આંચકી લીધી
- પ્રમુખ તરીકે મોટી બેર બેઠક પરથી ચૂંટાયેલા તેજબાઈ કેર અને ઉપપ્રમુખ તરીકે કોઠારા બેઠકના મોકાજી સોઢાની વરણી
નખત્રાણા,તા.૧૮
અબડાસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૦ અને ભાજપે ૮ બેઠકો જીતી હતી. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતિ હોવા છતાંય કોંગ્રેસના સદસ્યો પક્ષ પલ્ટો ન કરે અને ભાજપ તાલુકા પંચાયત કબ્જે ન કરે એ માટે કોંગ્રેસના હનીફ બાવા પઢીયાર, ઈકબાલ મંધરા, કિશોરસિંહ જાડેજા, જિલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ સહિતના આગેવાનો ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારાથી આજ દિન સુાધી ભારે મહેનત ઉઠાવી હતી.
પ્રમુખ પદની દાવેદારી વખતે આશ્ચર્યજનક બાબત એ રહી કે કોંગ્રેસના મેન્ડેટ ઉપર અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે તેજબાઈ લાખા કેર અને ઉપપ્રમુખ તરીકે મોકાજી હમીરજી સોઢાની દરખાસ્ત મુકાઈ હતી. તો સામે પક્ષે ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ચેતનાબા જયેન્દ્રસિંહ તાથા ઉપપ્રમુખ માટે ઈબ્રાહીમ વાઘેરની દરખાસ્ત મુકવામાં આવી હતી. ભાજપ દ્વારા દાવેદારી નોંધાવાતા કોંગ્રેસ અગ્રણીઓ સક્રિય થયા હતા અને અટકળો વચ્ચે કોંગ્રેસે આજરોજ અબડાસા તાલુકા પંચાયત કબજે કરી હતી. જેમાં પ્રમુખ તરીકે મોટી બેર બેઠક પરાથી ચૂંટાયેલા તેજબાઈ લાખા કેર અને ઉપપ્રમુખ તરીકે કોઠારા બેઠક પરાથી ચૂંટાયેલા મોકાજી હમીરજી સોઢાની વરણી કરવામાં આવી હતી. આજની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસ સમાર્થકો મોટી સંખ્યામાં ઉપસિૃથત રહ્યા હતા. અને પ્રમુખ, ઉપપ્રમુખની વરણી જાહેર થતા જ ઢોલ વગાડી લોકોએ હનીફ બાવા પઢીયાર સહિત નવ નિયુકત હોદેદારો, સદસ્યોનું સરઘસ કાઢયુ હતુ.