Get The App

ભુજના આઇયા એપાર્ટમેન્ટ પરથી પડતું મૂકી યુવાનનો આપઘાત

- બીજી તરફ, માધાપરની શિક્ષકાના આત્મહત્યાનું કારણ અકબંધ

Updated: Aug 15th, 2023

GS TEAM


Google News
Google News
ભુજના આઇયા એપાર્ટમેન્ટ પરથી પડતું મૂકી યુવાનનો આપઘાત 1 - image

ભુજ, સોમવાર

ભુજના જ્યુબીલી સર્કલ પાસે આવેલા આઇયા એપાર્ટમેન્ટ પરાથી ૩૨ વર્ષીય યુવાન મોતની છલાંગ મારી આપઘાત કરી લેતાં પરીવાજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો હતો. તો, માધાપરમાં અપરણિત શિક્ષિકાના આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું છે. પોલીસે મોબાઇલ ફોન પરાથી તપાસ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના રાવલવાડી ચોકડી રઘુવંશીનગર ખાતે રહેતા તેજશ ભુપેન્દ્રભાઇ ચંદન નામને સવારે દસ વાગ્યાના અરસામાં આઇયા એપાર્ટમેન્ટ પર ચડીને નીચે કુદકો માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેને તાત્કાલિક લેવા પટેલ બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે મૃતઘોષિત કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, તેજશ માનસિક બીમાર અને અપરણીત હતો. તે કોઇ કામ ધંધો કરતો ન હતો. તેની બીમારીની સારવાર ચાલુ હતી. આઇયા એપાર્ટમેન્ટમાં અગાઉ મૃતક રહેતો હોઇ સોમવારે સવારે એપાર્ટમેન્ટ પર ચડીને નીચે કુદકો મારી આપઘાત કરી લીધો હતો. 

તો, બીજીતરફ માધાપર જુનાવાસમાં સ્વામીનારાયણનગરમાં રહેતા અપરણીત દિવ્યાબેન લક્ષ્મીદાસ સોની (ઉ.વ. ૨૭) શનિવારે રાત્રીના દસ વાગ્યે ઘરે આવ્યા બાદ ઉપરના રૃમમાં સુગા હતા. બાદમાં સવારે તેમના માતા-પિતાએ રૃમ દરવાજો ખખડાવતાં રૃમ ખુલ્યો ન હતો. રૃમ ખોલીને જોતાં પંખા પર દુપટ્ટો બાંધીને દિવ્યાબેન ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. માધાપર પોલીસે જણાવ્યું હતું. કે, મૃતક યુવતી પ્રાઇવેટ સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પરિવારમાં માતા-પિતા અને બે નાની બહેનો છે. મૃતક યુવતીએ કયા કારણે આત્મહત્યા કરી લીધી તે જાણી શકાયું નાથી યુવતીનો મોબાઇલ ફેસ લોક હોઇ નંબર પરાથી તપાસની તજવીજ હાથ ધરી છે.

Tags :