Get The App

ભીમાસર, નવાગામ અને રાપરમાં જુગાર રમતા કુલ 14 શખ્સો ઝડપાયા

Updated: Aug 8th, 2024

GS TEAM

Google News
Google News
ભીમાસર, નવાગામ અને રાપરમાં જુગાર રમતા કુલ 14 શખ્સો ઝડપાયા 1 - image

56 હજાર રૂપિયા રોકડા અને ૭ મોબાઈલ ફોન કબ્જે કરાયા 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં અલગ અલગ ત્રણ જગ્યા પર રમાતી જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. જે દરોડામાં પોલીસે અંજારનાં ભીમાસર, નવાગામ અને રાપરમાં જુગાર રમતા ૧૪ શખ્સોને રોકડા રૂ. ૫૬,૨૨૦ અને ૭ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૮૩,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 આ અંગે મળતી માહિતી અનુસાર અંજારના ભીમાસર ગામે તળાવ પાસે હુસેનશાપીરની દરગાહની બાજુમાં રમાતી જુગાર પર અંજાર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂ. ૩૧,૧૨૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.તો બીજી બાજુ અંજાર અંજારનાં નવાનગર રેલવે પાટા પાસે જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂ.૧૩,૪૦૦ સાથે અંજાર પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે ચાર મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૨૫,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ  રાપરમાં દુધ ડેરી વિસ્તારમાં રમાતી જુગાર પર રાપર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોમાંથી ત્રણને  રોકડા રૂ. ૧૧,૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ ૨૬,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.