Updated: May 20th, 2023
ભુજ, શુક્રવાર
ભુજના સ્ટેશન રોડ પર આઇસીઆઇસીઆઇ બેન્કની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા પરિવારના ઘરમાં મધરાત્રે તસ્કર ઘુસ્યો હતો. મહિલા જાગી જતાં રાડા રાડ કરતાં દંપતિ સાથે ઝપાઝપી કરી છરીથી હુમલો કર્યા બાદ મોબાઇલની લૂંટ ચલાવી ભાગવા જતાં પકડાઇ ગયો હતો. આસપાસના લોકોની મદદાથી આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. બનાવને પગલે ચકચાર મચી ગઇ હતી.
મુળ નેપાળના અને ભુજના સ્ટેશન રોડ પર પુજા કોમ્પલેક્ષમાં ચોકીદારી તરીકે નોકરી કરતા તપેન્દ્ર શાહના પત્ની બેલાબેનની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ઘટના ગુરૃવારે માધરાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બની હતી. ફરિયાદી મહિલા અને તેમના પતિ કોમ્પેલેક્ષમાં આવેલા તેમના રૃમમાં સુતા હતા. દરમિયાન માધરાત્રે ફરિયાદીએ તેના ઘરમાં એક શખ્સને જોયો હતો. જેાથી તેણે રાડા રાડ પાડતાં ફરિયાદીના પતિ જાગી જતાં તસ્કરે ફરિયાદી મહિલાના પીઠ પાછળ અને તેમના પતિએ હાથના કાંડામાં છરીનો ઘા માર્યો હતો. ફરિયાદીના પતિએ છરી પકડી લેતાં ઝપાઝપી થઇ હતી. જેમાં તસ્કરે ફરિયાદી મહિલાના હાથમાંથી મોબાઇલ ઝુટવી લીધો હતો. દંપતિએ હિંમત કરીને તસ્કરને પકડી પાડી બાજુમાં ભૂમિ પેટ્રોલ પંપ પાસે લઇ ગયા બાદ સગાસબંધીઓને બોલાવ્યા હતા. પકડાયેલા આરોપીએ પોતાનું નામ સબીર સતાર થેબા હોવાનું અને કેમ્પ એરિયામાં માંજોઠી મદ્રેશા પાસે રહેતો હોવાનું જણાવતાં તૂરંત પોલીસને જાણ કરી હતી. પોલીસ સૃથળ પર દોડી આવતી હતી. અને તસ્કર સબીર થેબાની અટકાયત કરી હતી. આરોપીએ ફરિયાદી મહિલાના બાજુ આવેલા એક ઘરમાંથી પણ મોબાઇલની ચોરી કરી હોવાનું સામે આવતાં બી ડિવિઝન પોલીસ માથકમાં આરોપી વિરૃાધ ચોરી લૂંટ હુમલો સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.