For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નારાજ દાવેદારો-કાર્યકરોને મનાવવા કચ્છમાં મોડી રાત્રીના બેઠકોનો દૌર

- ટિકિટ ફાળવણીમાં નારાજ દાવેદારો- સમાજથી નુકસાનની ભાજપ-કોંગ્રેસને ભીતિ

- હાલ સીધો સંતોષ આપી શકાય તેમ નથી, ચૂંટણી પછી બોર્ડ નિગમમાં નિયુક્તિ અને કેટલાક મહત્વના લાભની 'વ્યવસ્થા' કરી આપવાની ખાતરી અપાય છે

Updated: Nov 25th, 2022

Article Content Imageભુજ,ગુરૃવાર

મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર જોરશોરાથી ચાલી રહ્યો છે. કચ્છમાં પણ કયાંકને કયાંક ટિકિટ ફાળવણીની વાત હોય કે અન્ય કોઈ પણ બાબતને લઈને નારાજ થયેલા દાવેદારો અને તેમના સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો શરૃ થયા છે. કચ્છમાં નારાજગી દૂર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે સક્રિય બનવાનો વખત આવ્યો છે. જે મત ખેંચી લાવી શકે છે તેવા પણ નારાજ હોય તેવા કાર્યકર, દાવેદારને મનાવવા બન્ને પક્ષના આગેવાનો સક્રિય બની મોડીરાતે બેઠક યોજે છે. કચ્છમાં પણ વિાધાનસભાની ચૂંટણીમાં ટીકીટના મુદે ફકત જીતી શકાય તેવા જ ઉમેદવારને ભાજપ અને કોંગ્રેસે પસંદ કરતા નારાજ થયેલા દાવેદારો અને કાર્યકર્તાઓ તેમજ વિવિાધ સમાજના અગ્રણીઓ કે જેઓને ખુદને ટિકિટ મળી નાથી આૃથવા તો તેમના સમાજને ટિકિટાથી વંચિત રાખી દેવામાં આવ્યા છે તેમજ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરુ થઈ ગયું છે અને આ કામગીરી કેટલાક અનુભવી ભાજપના ટોચના નેતાને સુપ્રત કરવામાં આવી છે.

ભુજમાં જૈન- લોહાણા સમાજની નારાજગી હોય કે પછી કચ્છની અન્ય બેઠકોમાં નારાજગીની વાત હોય ત્યારે ભાજપની ટીમ એકશનમાં આવી ગઈ છે. હાલ આ પ્રકારના નેતાને ચોકકસ સૃથળે બોલાવી તેમને સમજાવવા અને પક્ષના હિતમાં ડેમેજ ન થાય તે જોવા જણાવાયું છે. આ ચૂંટણીમાં સામાજીક સંતુલન બનાવવા  અન્યાય થયાની પણ સમાજોમાં ચર્ચા છે.  હવે આ સમાજ અને કેટલાક અગ્રણીઓને મનાવવા માટે છેલ્લા બે દિવસાથી મોડી રાત્રીના બેઠકોનો દૌર શરુ થયો છે.

રાજકીય પક્ષના કાર્યકરોમાં ચર્ચા છે કે, કચ્છમાં તમામ રાજકીય પક્ષોનું પ્રચારકાર્ય વેગવાન બન્યું છે. દિવસભર પ્રચાર દરમિયાન નારાજ કાર્યકરો, દાવેદારો અને આગેવાનોની નારાજગી ધ્યાનમાં આવતાં જ ભાજપ, કોંગ્રેસના રાજ્યકક્ષાના નેતાઓ ડેમેજ કન્ટ્રોલ માટે સક્રિય બન્યાં છે. ખાસ કરીને પ્રચારકાર્ય પૂર્ણ થયાં પછી રાતના સમયે જ નારાજ થયેલા કાર્યકર, આગેવાન કે દાવેદાન સાથે મિટિંગ યોજવામાં આવે છે. આમ, નારાજ થયેલા લોકોની સમજાવટ માટે કચ્છમાં મોડીરાત સુાધી બેઠકોનો દોર શરૃ થયો છે.

 હાલ તો કોઈને સીધો સંતોષ આપી શકાય તેમ નાથી પરંતુ સમાજના અગ્રણીઓને આગામી દિવસોમાં બોર્ડ નિગમમાં નિયુક્તિ તેમજ સરકારમાં કેટલાક મહત્વના લાભો મળે તે 'વ્યવસૃથા 'કરી આપવાની ખાતરી આપવામાં આવી રહી છે. જો કે જે રીતે છેલ્લા પાંચ વર્ષમાં બોર્ડનિગમમાં ભાગ્યે જ કોઈ નિયુક્તિ થઈ હતી તેમાં આ પ્રકારના વચનો કેટલાક અસરકારક છે તે પણ પ્રશ્ન છે. કચ્છમાં પણ ટિકીટ ફાળવણીને લઈને સામે ચાલીને વિરોધ થતો ન હોય પરંતુ આંતરિક નારાજગી તો છે જ.

કચ્છની છ બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ આ મુદ્દે 'અસંતોષનો અન્ડરકરન્ટ' શમાવવા સક્રિય

કચ્છની છ બેઠકો ઉપર ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસને પોતાના ઉમેદવાર સામે રહેલા આંતરિક વિરોધને દૂર કરવા માટે જહેમત લેવી પડે છે. મતદાન આડે પાંચ જ દિવસ બાકી છે ત્યારે છ બેઠક ઉપર ભાજપ કે કોંગ્રેસ કેવા ટ્રબલ શૂટિંગમાં વ્યસ્ત છે તે અંગે આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

  • અબડાસાઃ કોંગ્રેસમાંથી આવેલા પ્રદ્યુમનસિંહને ફરી ટિકિટ ફાળવાતાં મુળ ભાજપના અમુક આગેવાનો નારાજ છે તેમને સક્રિય કરવા પ્રયાસો હાથ ધરાયા છે. જ્યારે, કોંગ્રેસને એક અપક્ષ ઉમેદવાર મત કાપી જાય તેની ચિંતા છે.
  • માંડવીઃ ભાજપમાંથી આવેલા રાજેન્દ્રસિંહને ટિકિટ અપાતાં મુળ કોંગ્રેસીઓમાં નારાજગી છે તે હળવી કરવા નેતાઓ સક્રિય બન્યાં છે.
  • ભુજઃ ભાજપ, કોંગ્રેસ અને આપ... ત્રણેય પક્ષે પટેલ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યાં હોવાથી નારાજ મુસ્લિમ, જૈન અને લોહાણા સમાજના કાર્યકરો અને આગેવાનોને મનાવવા રાજકીય પક્ષો પ્રયત્નશીલ
  • અંજારઃ ભાજપના ત્રિકમભાઈને ટિકિટ મળતાં તેમના દૂરના સગાં, પૂર્વ ધારાસભ્ય વાસણ આહિર સક્રિય દેખાય છે પણ અંદરખાને સળવળાટ અંગે પાર્ટી નજર રાખી તેમની સાથે જોડાયેલા સક્રિય કાર્યકરોને પક્ષ માટે એક્ટિવ કરે છે.
  • ગાંધીધામઃ ભાજપે ફરી ટિકિટ ફાળવતાં માલતીબહેનના સંબંધી એવા મજબૂત કાર્યકરની નારાજગી દૂર કરવા ભાજપ સક્રિય થયો છે.
  • રાપરઃ જૈન કે મુંબઈગરાં સાથે મજબૂત સંપર્ક ધરાવતા ઉમેદવાર પસંદ ન કરાતાં ભાજપમાં નારાજગી છે પણ ખૂલીને વિરોધ કરી શકતાં નથી. 
Gujarat