Get The App

ભુજમાં પરપ્રાંતિય યુવકની હત્યા કરી કુવામાં ફેંકી દેવાયો

Updated: Aug 21st, 2024

GS TEAM

Google News
Google News
ભુજમાં પરપ્રાંતિય યુવકની હત્યા કરી કુવામાં ફેંકી દેવાયો 1 - image

રૂપિયા ન આઆપતા મોબાઇલ છીનવી આરોપીઓએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો

બી ડિવિઝન પોલીસે હત્યાની કલમ તળે ગુનો નોંધી ચાર આરોપીને ઉઠાવ્યા

ભુજ: ભુજમાં ૧૫ દિવસ પહેલા ગુમ થયેલા પરપ્રાંતિય યુવકની કુવામાંથી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવતાં શંકાસ્પદ ચાર શખ્સોને રાઉન્ડઅપ કરી વધુ પુછપરછ કરી હત્યાની કલમ તળે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજ્ય બહારનો અને ભુજમાં રોયલ નામની હોટલમાં કામ કરતો રાહુલ લક્ષમણ મોચી નામના યુવક ગુમ થઇ ગયો હતો. જે બાબતે ૬ ઓગસ્ટના પોલીસ મથકે ગુમ નોંધ નોંધાઇ હતી. દરમિયાન પોલીસની તપાસ દરમિયાન રાહુલની કોહવાયલી લાશ ભુજના છત્રીસ ક્વાર્ટર સામે આવેલા વાડામાં કુવામાંથી મંગળવારે લાશ મળી આવી હતી. પોલીસે તપાસ તેજ કરતાં યુવકની હત્યા કરીને કુવામાં ફેંકી દેવાયાનું સામે આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે આ ઘટનામાં ચાર શખ્સની અટકાયત કરી હોવાનું અને હત્યાની કલમ તળે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. તો, પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક રાહુલ પાસે અજગર નામના યુવકે રૂપિયાની માગણી કરી હતી. રાહુલે ના કહેતા આરોપીએ મોબાઇલ છીનવી લીધો હતો. જેમાં ઝપાઝપી થઇ હતી. બાદમાં અન્ય ત્રણ આરોપીઓએ રાહુલની હત્યા કરીને કુવામાં ફેંકી દીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અજગર સહિતના ચાર આરોપીઓની અટકાયત કરી છે. પરંતુ વિધિવત ધરપકડ બતાવવામાં આવી નથી.