Get The App

કનૈયાબે ગામની સીમમાં પ્રેમી યુગલનો ફાંસો ખાઈ આપઘાત

Updated: Sep 15th, 2024

GS TEAM

Google News
Google News
કનૈયાબે ગામની સીમમાં પ્રેમી યુગલનો ફાંસો ખાઈ આપઘાત 1 - image

લીમડાના ઝાડ ઉપર પ્લાસ્ટિકની દોરીથી ગળાફાંસો

એક જ ગૌત્ર (કુળ)ના હોવાથી લગ્ન શક્ય ન હોવાથી અંતિમ પગલું ભર્યું : પરિવારની મર્યાદાઓથી આપઘાત

ભુજ: પ્રેમમાં પીડીત બે લોકો જ્યારે પરિવારની મર્યાદાઓને કારણે લગ્ન ન કરી શકતા હોય ત્યારે આત્મધાતી કરી લેતા હોય છે. આવો જ એક બનાવ ભુજ તાલુકાના કનૈયાબે ગામની સીમમાં બન્યો હતો. એક જ ગૌત્ર (કુળ)ના હોઇ લગ્ન શક્ય ન બનતાં રાધનપુરના પ્રેમિ યુવક યુવતીએ સજોડે ફાંસો ખાઇ આપઘાત કરી ચકચાર મચી ગઇ હતી. પોલીસે જાણ થતાં સ્થળ પર દોડી ગઈ હતી.

મુળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદના વિજય અમૃતભાઈ ઠાકોર (ઉ.વ.૧૯) અને જેતપુર ગામના કંચનબેન રમેશભાઈ ઠાકોર (ઉ.વ.૧૭)એ શુક્રવારે નવ વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના કનૈયાબે ગામના સીમ વિસ્તારમાં અંબિકા કંપનીના ગેટ નંબર ૩ ની સામે આવેલ લીમડાના ઝાડ પ્લાસ્ટિકની એકજ દોરી વડે  સજોડે આપઘાત કરી લીધો હતો. જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતા તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે પધ્ધર પોલીસે જણાવ્યું હતું કે, બન્ને મૃતકો રાધનપુર તાલુકના પાસે-પાસેના ગામના હતા. અને બન્ને જણાઓ એક જ કુળના હોઇય સામાજિક પ્રસંગોમાં ભેગા થતા હોઇ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. પરંતુ બન્ને જણાઓ એકજ ગૌત્ર(કુળ)ના હોવાથી બન્નના લગ્ન શક્ય ન હોવાથી આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મૃતક કંચનબેન મોખાણા ગામે દિલીપભાઈ કરણાભાઈ રાજપૂતની વાડીમાં તો, હતભાગી વિજયભાઈ મોખાણા ગામે મોહન પાંચા વરચંદની વાડીમાં કામ કરતો હતો.