Get The App

મીરજાપરમાં હવસખોર દુકાનદારે 13 વર્ષની સગીરાને પીંખી નાખી

Updated: Oct 2nd, 2024

GS TEAM

Google News
Google News
મીરજાપરમાં હવસખોર દુકાનદારે 13 વર્ષની સગીરાને પીંખી નાખી 1 - image

ભાઈ સાથે દુકાને પાણી ભરવા આવેલી કન્યાને ઘરમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યો

પોલીસે ૫૫ વર્ષીય હેવાન સામે પોક્સો દુષ્કર્મનો ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા 

ભુજ: ભુજ નજીકના મીરજાપર ગામે છપરીવાસમાં દુકાનદારે ૧૩ વર્ષની સગીરાને હવસ સંતોષવા ફોસલાવી પોતાના ઘરમાં લઇ જઇને હેવાનીયતથી દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી જવા પામી છે. દુષ્કૃત્ય કરનારા નરાધમ સામે પોક્સો દુષ્કર્મની કલમ તળે ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસે ઝડપી લેવા તપાસ તેજ કરી છે. 

એ ડિવિઝન પોલીસે ભોગબનાર સગીરાના પિતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર અને ૧૨ વર્ષ અગ્યાર માસની પુત્રી મીરજાપર છપરીવાસમાં આવેલી આરોપી ઇશાક અલી કુંભારની દુકાને પાણી ભરવા માટે ગયા હતા. ત્યારે આરોપી ઇશાકેએ ફરિયાદીના પુત્રને રૂપિયા ૫૦ આપીને અન્ય દુકાનેથી ખરીદી કરવા મોકલી આપીને ફરિયાદીની સગીર દિકરીને લલચાવી ફોસલાવીને દુકાન પાછળ આવેલા રૂમમાં લઇ જઇને એક વખત બળજબરીથી શારિરીક સબંધ બાધ્યો હતો. બનાવ અંગે ફરિયાદીની દિકરીએ માતા-પિતાને જાણ કરતાં સગીરાને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે ઇશાક કુંભાર સામે દુષ્કર્મ પોક્સોની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.