Get The App

ભુજના એરોપ્લેન સર્કલ પાસેની ઈમારતમાં આગ ભભુકી ઉઠી

- ધુમાડા નીકળતા જ કર્મચારીઓ બહાર દોડી જતાં જાનહાની ટળી

- રેસ્ટોરન્ટ તથા પીઝા શોપના કિચનમાં લાગેલી આગ બે કલાકે કાબુમાં આવી

Updated: Nov 25th, 2021

GS TEAM

Google News
Google News
ભુજના એરોપ્લેન સર્કલ પાસેની ઈમારતમાં આગ ભભુકી ઉઠી 1 - image

ભુજ, બુાધવાર 

ભુજના એરોપ્લેન સર્કલ પાસેના ભુમિ કોમ્પલેક્સની પાછળના ભાગે બે હોટલના કિચન તાથા  પાસેના એક ગોડાઉનમાં ભયંકર આગ ભભુકી ઉઠતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. સતત ૨ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લઈ શકાઈ હતી. જો કે, સમયસર કર્મચારીઓ બહાર નીકળી જતાં જાનહાની ટળી હતી.

મળતી માહિતી મુજબ મુંદરા રોડ પર આવેલા ભુમિ કોમ્પલેક્સમાં પીઝા શોપ તાથા અન્ય એક રેસ્ટોરન્ટ આવેલી છે જે બંનેના કિચન ઈમારતની પાછળની સાઈડમાં બનાવેલા છે. જેની નજીકમાં એક ગોડાઉન પણ આવેલું છે. અચાનક બપોરે ૨.૪૫ કલાકે અકળ કારણોસર કિચનમાંથી ધુમાડા નીકળતા કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. જે બાદ આગ હવાની જેમ ફેલાઈને બંને કિચન, હોટલની ઓફીસ તાથા ગોડાઉનમાં ફરી વળી હતી. જેના કારણે ઈમારતની છત સુાધી આગની જ્વાળા પહોંચી હતી. ધુમાડાના ગોટે ગોટા ઉઠતા આસપાસના રહેવાસીઓ ઉમટી પડયા હતા. ભુજ ફાયર પાલિકાને જાણ કરાતા ફાયર ફાઈટરે તાબડતોડ પહોંચીને પાણીનો મારો ચલાવતા ૫ વાગ્યાની આસપાસ આગ કાબુમાં આવી હતી. અંદાજિત ૭૦ હજાર લીટર પાણીના ઉપયોગ બાદ આગ બુઝાઈ હતી. 

Tags :