કચ્છના ખેડૂતે 'સીમલા'ના સફરજન ઉગાડયા!
- ઠંડા પ્રદેશના ફળની કચ્છના ગરમ રણ પ્રદેશમાં ખેતી
- નખત્રાણા તાલુકાના ખીરસરા(રોહા) ગામનું પાણી અને જમીન માફક આવી જતા સફરજનના ઝાડ ઉગી ગયા
આણંદપર, તા.૨૮
કચ્છનો ખેડૂતો ધારે તો કોઈપણ પરિણામ મેળવી શકે છે. એના ઉદાહરણના રૃપે ઠંડો પ્રદેશ ગણાતા હિમાચલ પ્રદેશમાં થતા સફરજન ગરમીનો પ્રદેશ ગણાતા કચ્છમાં ઉગાડીને સફળતા મેળવી છે. નખત્રાણા તાલુકાના ખીરસરા (રોહા)માં રહેતા ખેડુતે સફરજનની ખેતી કરીને સફળતા મેળવી છે.
આ ખેડૂત શાંતિલાલ દેવજી માવાણી દ્વારા સફરજનના વાવેતર માટે ચારાથી પાંચ વર્ષ થયા ટ્રાય કરવામાં આવી રહી છે. રેડ ડિલિસિયર જે ઇટાલિયન વેરાયટી છે. જેને સુન્ય ટેમરેચર હોય તો તેને માફક આવે છે.જેાથી કચ્છમાં આ સફરજન થતા નાથી. જયારે ટીસ્યુકલચર કરેલ રોપાને ૪૫થી૪૭ ડીગ્રી ટેમરેચર હોયતો માફક આવી જાય છે.સફરજનના ઝાડને વાધારે તડકો ના લાગે એ માટે બે મિટરની ગ્રીન નેટ બેાથી ત્રણ ફૂટ બાંધીને છાયડો કરવામાં આવે છે અને બે વર્ષમાં ફળ આવી જાય છે. શરૃઆત છે એટલે એક ઝાડમાં ઓછામાં ઓછા આઠ થી દસ અને વાધારેમાં વાધારે પાંત્રીસાથી છત્રીસ થાય છે.આવતા વર્ષાથી ફળમાં વાધારો થશે તેમ તેમણે જણાવ્યુ હતુ.
તેઓ જણાવે છે કે આ સફરજનના રોપા હિમાચલ પ્રદેશમાંથી લઈ આવીને અહીં વાવેતર કર્યું છે. હિમાચલાથી ખીરસરા(રોહા) પહોંચતા આ એક રોપો ૨૮૦ રૃપિયામાં પડયો છે. આમા બે પ્રકારના રોપા એક બીજમાંથી સિડલિંગ દાણામાંથી ઉછેરવામાં આવતો રોપા જે ૧૦૦ રૃપિયામાં પડે છે. જ્યારે સફરજનના ઝાડના મુળિયામાંથી લેબોરેટરીમાં ટીસ્યુકલચરમાંથી બનાવેલ રોપ ૨૫૦ રૃપિયામાં મળે છે. જેની હાઈટ દશ ફૂટની હોય છે. જેનું વાવેતર દસ બાય દસના અંતરે કરવામાં આવે છે. અને આ રોપાની ખાસિયત એ છે કે બે વર્ષ બાદ તેમાં ફાલ આવી જાય છે. જયારે સિડલિંગ કરેલા રોપાના ઝાડ મોટા થાય છે. જેાથી જગ્યા વાધારે રાખવી પડે છે અને પાંચ વર્ષ પછી તેમાં ફાલ આવે છે.
આ સફરજનના પાકમાં થપ્સ અને ઈયળ આવે છે.જે દાડમના પાક જેટલો જટિલ પ્રશ્ન ના હોવાથી તાત્કાલિક જતો રહે છે. સફરજનના છોડને વહેતુ પાણી જોઈએ છે જેમાં ડુંગરાળ કે પાથરાળ જમીન વાધારે માફક આવે છે અહીં કચ્છમાં આવી જમીનના હોવાથી આ ઝાડની બાજુમાં માટીની ઉંચી બેડ બનાવવામાં આવે છે જેાથી કરીને પાણીનો ભરાવો થતો નાથી.ખીરસરા ગામનું ૭૫૦થી ૯૦૦ ટી.ડી.એસ.નુંપાણી છે. જે આ સફરજનના પાકને માફક આવી ગયું છે.વાતાવરણ નબળું હોયતો જીવામૃત દવા અને બેક્ટેરિયા ખાતર નાખવામાં આવે છે. હાલ કોઈ એક્સ્ટ્રા માવજત નાથી કરવી પડતી.ચારાથી પાંચ વર્ષની મહેનત ફળીભૂત થઈ છે.