કેમ ભણશે ગુજરાત? 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' તેવું દર્શાવતો કિસ્સો નપાણિયા નેતાઓ અને તંત્રવાહકોને અર્પણ
અંજારની શાળા નં.-૧૬નો કિસ્સો
પાલિકાએ સફાઇ ન કરી તો શિક્ષકોએ શાળા ચોખ્ખી કરી
ગાંધીધામ, સોમવાર
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને મજબૂત કરવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે માટે કરોડો રૃપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. પરંતુ આ તમામ પ્રયાસોની અસર હજુ સુાધી અંજારમાં પહોંચી હોય તેવું લાગતું નાથી. કારણ કે ગ્રામ્ય વિસ્તાર કરતાં પણ વાધુ ખરાબ હાલત હાલે અંજાર શહેરની શાળાની છે. જેમાં વાવાઝોડા દરમિયાન શાળામાં વૃક્ષો પડી જતાં અને શાળાના ઓરડામાં પાણી ઘૂસી જતાં શૈક્ષણિક સામગ્રી પ્રભાવિત થઈ હતી. જેની જાણ કરવામાં આવી હોવા છતાં અંજાર નગરપાલિકાએ કોઈ જ કામગીરી ન કરી હોવાથી બાળકોને શાળા માંથી વહેલી રજા આપી શિક્ષકો ખુદ સફાઇ કરવા મજબૂર બન્યા છે. સમગ્ર કચ્છમા એક માત્ર અંજાર શહેરમાં જે શાળાઓ આવેલી છે તે નગરપાલિકા હસ્તકની છે. જેનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે કચ્છની અન્ય શાળાઓ કરતાં અંજારની શાળાઓનું સંચાલન સારી રીતે થાય પરંતુ અહી પરિસિૃથતિ કઈક અલગ જ છે. કારણ કે ભ્રષ્ટ નગરપાલિકા તંત્ર દ્વારા જ્યાં કઈક મળે ત્યાં જ કામગીરી કરતી હોવાથી આજે શહેરની શાળાઓની પરિસિૃથતિ ખૂબ દયનીય બની છે. ગત ૧૫ અને ૧૬ તારીખે કચ્છ પર મહાઆફત સમાન બીપરજોય નામનું વવાઝોડું ફુંકાયું હતું. જેમાં અનેક વૃક્ષો ઉખડી ગયા હતા. જેમાં અંજાર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળા નં. ૧૬મા પણ ખૂબ તારાજી સર્જાઇ હતી. પાલિકા દ્વારા બોક્સ ચેમ્બર રોડના લેવલ કરતાં ઊંચી બનાવી હોવાથી વરસાદી પાણી શાળામાં ભરાયા હતા તાથા શાળાના વૃક્ષો તેમજ ડાળી-ડાળખા ખરી પડયા હતા. તો બીજી તરફ શાળાના ઓરડાઓમાં પાણી ભરાઈ જતાં બાળકો માટેના પાઠયપુસ્તકો, કોમ્પ્યુટર વેગેરે પણ પાણીમાં ડૂબી ગયા હતા. ૧૬ તારીખે બનેલા બનાવ સંદર્ભે શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ સમિતિને લેખિત જાણ કરી હતી અને શાળામાં તાત્કાલિક સફાઇ કરાવવા જણાવ્યું હતું પરંતુ આ બાબતે કોઈ પગલાં ભરવામાં ન આવતા આજની તારીખે પરિસિૃથતિ ૧૬ તારીખ જેવી જ જોવા મળી રહી છે. જેાથી શાળાના શિક્ષકોએ મજબૂર બની બાળકોને શિક્ષણના સમયાથી એક કલાક વહેલી રજા આપી પોતે સફાઇ કામમાં જોતરાઈ ગયા છે. તેમાંય વળી આૃધૂરું હોય તેમ સોમવારે ફરી અંજારમાં બે ઇંચ વરસાદ નોંધાતા આ શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જોકે બોક્સ ચેમ્બરની સમસ્યાનો જ્યાં સુાધી નિકાલ નહીં આવે ત્યાં સુાધી આ શાળાની પરિસિૃથતિ આવી જ રહેશે તેવું વાલીઓ જણાવે છે.
શાસનાધિકારી કચેરીને ત્રણ-ત્રણ વખત ઔલેખિત રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાયા
આ અંગે શાળા નં. ૧૬ના આચાર્ય મેહુલભાઈ દવે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડામાં શાળામાં પાણી ભરાઈ જતાં અને વૃક્ષો તૂટી પડતાં ચારે તરફ ગંદકી થઈ પડી છે. જમીન કાદવ વાળી થઈ ગઈ છે. જેમાથી બાળકોનો કોઈ અકસ્માત થાય કે બીમારી ફેલાય તેવી સિૃથતિ હોવાથી સલામતીના કારણે બાળકોને મધ્યાહન ભોજન કરાવી શાળા સમયાથી એક કલાક વહેલા એટલે કે ૧૦ વાગ્યે રજા આપી દઈએ છીએ. જે બાદ શાળા સમયના વાધેલા ૧ કલાકમાં તમામ શિક્ષકો સાથે મળી સફાઇ કરીએ છીએ. શાસનાિધકારી કચેરીને ૩ વખત આ બાબતે લેખિત રજૂઆત કરી છે. જેાથી શાસનાિધકારી રૃબરૃ વિઝિટ પણ કરી ગયા છે. છતાં હજુ સુાધી કોઈ કાર્યવાહી થઈ નાથી. જેાથી શિક્ષકો હાલે સફાઇ કામ કરી જેટલું બચાવી શકાય તેટલું સાહિત્ય જૂની ઇમારત માંથી નવી ઇમારતમાં ખસેડી રહ્યા છે. હાલે શાળાના પ્રાંગણમાં ૭-૮ જેટલા ટ્રેક્ટર ભરાય તેટલા કપાયેલા વૃક્ષો અને કચરો પડેલો છે. જેના કારણે શાળાની હાલત ગંભીર થઈ પડી છે.
પાલિકાને જાણ કરી છે પરંતુ હજુ સફાઇ થઈ નથી
આ અંગે અંજાર શિક્ષણ સમિતિના શાસનાિધકારી વિનોદભાઈ પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બીપરજોય વાવાઝોડા બાદ અમે તમામ શાળાઓ પાસેાથી નુકશાની અંગેના અહેવાલો માંગ્યા હતા. પરંતુ હજુ સુાધી શાળાઓ દ્વારા અહેવાલો આપવામાં નાથી આવ્યા. જેાથી નગરપાલિકાને લેખિત જાણ કરી તમામ શાળાઓમા સફાઇ કરવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુાધી પાલિકાએ પણ સફાઇ નાથી કરી. ઉપરાંત શક્ય હોય તેટલી શાળાની વિઝીટ પણ કરવામાં આવી રહી છે પરંતુ મોટાભાગની શાળાઓમાં નુકસાની થઈ હોય તેવું નાથી દેખાતું. શાળા નં. ૧૬ની વાત છે ત્યાં સુાધી શાળા માંથી દ્વારા બાળકોને વહેલી રજા આપી દેવામાં આવતી હોવા અંગે અમને હજુ સુાધી કોઈ ફરિયાદ નાથી મળી, આ બાબતે ક્રોસ ચેક કરશું અને જરૃરી કાર્યવાહી પણ કરશું.