કચ્છની છ બેઠકો માટે ૩૨૦૦ પેરામીલીટરી ફોર્સના જવાનો સહિત ૭૬૦૦ પોલીસ, હોમગાર્ડ તૈનાત કરાશે

- ૧ ડિસેમ્બરે દરેક મતદાર નિર્ભયતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચાંપતા બંદોબસ્તનું આયોજન

- પૂવ-પશ્વિમ કચ્છમાં ૨૬૦૦ પોલીસ કર્મચારી તેમજ ૧૭૦૦ હોમગાર્ડ જવાનો બુધવાર રાતથી ખડેપગે રહેશે

ભુજ,બુધવાર

ગુજરાતમાં આગામી ૧ ડિસેમ્બરે વિાધાનસભા ચૂંટણી માટે પ્રાથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચે પણ કમર કસી છે. ગુજરાત વિાધાનસભા ચૂંટણીમાં પૂર્વ તેમજ પશ્વિમ કચ્છમાં પેરા મીલીટરી ફોર્સની ૪૦ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં ૩ હજારાથી વધુ  જવાનો સામેલ થશે. જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ, એસ.આર.પી., સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. 

ગુજરાત વિાધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોની તૈનાતીનું મુખ્ય કારણ રાજ્યમાં નિષ્પક્ષ મતદાન કરાવવાનું છે. ત્યારે, કચ્છ જિલ્લામાં પણ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે પેરા મીલીટરી ફોર્સ, પોલીસના જવાનોનો કાફલો કચ્છમાં તૈનાત રહેશે. જેાથી, દરેક મતદારને નિર્ભય બની પોતાના મતાિધકારનો ઉપયોગ કરી શકે. કચ્છમાં પ્રાથમ તબક્કામાં વિાધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પશ્વિમ કચ્છના ભુજ, અબડાસા, માંડવી વિાધાનસભા ક્ષેત્ર તેમજ અંજાર વિાધાનસભાના ૯૦ બુાથ માટે પશ્વિમ કચ્છના કુલ ૧૪૬૨ પોલીસ અિધકારીઓ- કર્મચારીઓને ફરજ સોંપાશે. પોલીસ કર્મચારી ઉપરાંત ૧૩૦૭ હોમગાર્ડ જવાનો પણ તેમની સાથે ખડેપગે રહેશે. આ તમામ સુરક્ષા કર્મીઓ ૩૩ ચેક પોસ્ટ ઉપરાંત મત વિસ્તારો અને અંજાર વિાધાનસભાના ૯૦ બુાથ  મળીને કુલ ૧૦૫૬ બુાથ પર પણ ફરજ બજાવશે.  પૂર્વ કચ્છમાં પણ ૧૨૦૦ પોલીસ જવાનો અને ૪૦૦  હોમગાર્ડ જવાનો મતદાનના દિવસે સુરક્ષા જાળવી રાખશે. આમ, પૂર્વ તેમજ પશ્વિમ કચ્છમાં ૨૬૦૦ થી વધુ પોલીસ જવાનો તેમજ ૧૭૦૦થી વાધુ હોમગાર્ડ જવાનો ખડે પગે રહેશે. 

તેવી રીતે પૂર્વ અને પશ્વિમ વિભાગમાં મળીને ૨૦-૨૦ પેરા મીલીટરી ફોર્સની કંપનીઓ પણ તૈનાત રહેશે. અંદાજે ૩ હજારાથી વધુ પેરા મીલીટરી ફોર્સના જવાનો મતદાનના દિવસે ખડે પગે રહેશે તેમ જિલ્લા ચૂંટણી અિધકારી અને કલેક્ટર દિલીપ રાણાએ જણાવ્યુ હતુ. 

ઉલ્લેખનિય છે કે,  કચ્છની ૬ બેઠકો પર ૧૬.૩૪ લાખાથી વાધુ મતદાતાઓ પોતાના મતાિધકારનો પ્રયોગ કરશે. જિલ્લાના ૧૮૬૦ મતદાન માથકો ઉપર લોકશાહીનો પર્વ ઉજવાશે, ૫૩૦ જેટલા સંવેદનશીલ મતદાન માથકો હોવાથી આવા મતદાન માથકો પર સુરક્ષા જવાનોને તૈનાત રખાશે.

પૂર્વ કચ્છના ૮૯૪ મતદાન મથકો પર ૩૫૭૬થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે 

ગાંધીધામ : વિાધાનસભાની ચૂંટણી સંદર્ભે તમામ રાજકીય પક્ષો જોરશોરાથી તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ પ્રજાના પર્વને ઉજવવા વહીવટી તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. પૂર્વ કચ્છની વાત કરીએ તો અંજાર, ગાંધીધામ અને રાપર સીટના કુલ ૮૯૪ મતદાન માથકો પર મહેસુલ, શિક્ષણ અને અન્ય વિભાગોના મળી કુલ ૩૫૭૬થી વાધુ કર્મચારીઓ તૈનાત રહશે. તો એફ.એસ.ટી. અને એસ.એસ.ટી.ની ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરતી રહેશે અને ૮૯૪ પૈકીના ૪૪૭ બુાથોને કેમેરાથી સજ્જ કરવામાં આવશે. 

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર વિાધાનસભા બેઠકમાં કુલ ૨૯૨, ગાંધીધામમાં કુલ ૩૦૯ અને રાપરના કુલ ૨૯૩ મતદાન માથકો છે. જેમાં પોલીસ, એસ,આર,પી અને પેરામિલેટ્રી ફોર્સને બાદ કરતા મહેસુલ, શિક્ષણ અને અન્ય ખાતાના મળી કુલ ૩૫૭૬થી વાધુ કર્મચારીઓ મતદાન માથકોનું સંચાલન કરશે. આ ઉપરાંતના કર્મચારીઓ સીધી કે આડકતરી રીતે જોડાયેલા રહેશે અને જરૃરત મુજબ તેમનાથી કામ લેવામાં આવશે. આ કર્મચારીઓને બાદ કરતા બહારની સિૃથતિ સંભાળવા એફ.એસ.ટી. અને એસ.એસ.ટી.ની ટુકડીઓ પૂર્વ કચ્છના તમામ ભાગો પર સતત પેટ્રોલિંગ કરતી રહેશે. ઉપરાંત જ્યાં જરૃર જણાશે ત્યાં પગલા પણ ભરશે. આ વખતની ચુંટણીમાં ૫૦ ટકા મતદાન માથકો પર વેબકાસ્ટિંગ કરવાનું હોવાથી પૂર્વ કચ્છના કુલ ૮૯૪ મતદાન માથકો પૈકીના ૪૪૭ મતદાન માથકોને કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. હાલે વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન માથકો કયા છે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. જેાથી એક અંદાજ મુજબ જે મતદાન માથકો પર તકરાર થાય આૃથવા કાયદો વ્યવસૃથા કાથળે તેવી સિૃથતિ ઉભી થાય તેવા હશે તે બુાથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જેાથી આ વખતે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી શાંતિમય રીતે થઇ શકે તે માટે પૂરતા પગલાં લીધા છે તેવું જરૃરાથી કહી શકાય તેમ છે.

City News

Sports

RECENT NEWS