કચ્છના ૭૫.૯૧ ટકા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અભ્યાસના ઉપકરણો છે!
- રાજ્યના ૩૩ જિલ્લામાં કચ્છ છઠ્ઠા સ્થાને
- જિલ્લાના છેવાડાના વિસ્તારમાં ઈન્ટરનેટ કનેક્શનના ધાંધિયા, સરકારે કરેલા સર્વેના દાવા સામે ઉઠતા સવાલ
ભુજ, શુક્રવાર
કોરોના મહામારીના કારણે સરકારે ઓનલાઈન શિક્ષણનો આદેશ જારી કર્યો છે. ત્યારે દરેક બાળકો પાસે ટીવી કે મોબાઈલ જેવા સાધનો ન હોવાથી તેઓ શિક્ષણકાર્યાથી વંચિત રહી જતા હોવાની બુમ છે. બીજીતરફ ગુજરાત સરકારના આંકડામાં સરહદી કચ્છમાં ૭૫.૯૧ ટકા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેવા ઉપકરણોની ઉપલબૃધતા ધરાવતા હોવાનું જાહેર કરાયું છે. જે બાબત નવાઈ ઉપજાવે તેવી છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યના ૩૩ જિલ્લા પૈકી આણંદ પ્રાથમ જિલ્લો છે જેના ૯૮.૦૭ ટકા બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ મેળવવાના સાધનો સુાધી પહોંચ છે. તે બાદ , મહિસાગર ૮૫.૫૭ ટકા, છોટા ઉદેપુર ૭૮.૫૯ ટકા , પોરબંદર ૭૭.૯૩ ટકા ,ખેડા ૭૬.૫૦ ટકા સાથે પાંચમા ક્રમે છે, જ્યારે કચ્છનો ક્રમ છઠ્ઠો છે. હાલે કચ્છ સરહદી તાલુકો હોવાઉપરાંત ખુબ મોટો વિસ્તાર હોવાથી છુટા છવાયા અને અંતરીયાળ ગામના બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ મેળવવાની વ્યવસૃથા ન હોવાની બુમ છે. જ્યાં બાળકો પાસે સાધનો ઉપલબૃધ છે ત્યાં ઈન્ટરનેટ કનેકશન પકડાતા ન હોવાથી છાત્રો શિક્ષણ લઈ શકતા ન હોવા સહિતની સમસ્યા છે તે વચ્ચે સરકાર જણાવે છે કે, કચ્છમાં ૭૫.૯૧ ટકા બાળકો હોમ લર્નિંગના સાધનો ધરાવે છે. જિલ્લાના ૪૨૦૬૬૩ વિદ્યાર્થી સરકારી રેકર્ડ પર નોંધાયેલા છે. જેમાંથી સરકારના સર્વે મુજબ ૩૧૯૩૨૧ બાળકો પાસે ઘરબેઠા શિક્ષણ માટે ઉપકરણો હોવાનું જણાવાયું છે. નવાઈ વચ્ચે અમદાવાદ અને સુરત જેવા વિકસીત જિલ્લાનો ક્રમ અનુક્રમે ૩૨ તાથા ૩૩માં ક્રમે છે. અમદાવાદ જિલ્લામાં ૩૩.૩૧ ટકા તાથા સુરત જિલ્લામાં માત્ર ૨૫.૮૧ ટકા બાળકો પાસે સાધનોની પહોંચ દર્શાવેલી છે.