Get The App

ભચાઉમાં ૬, ગાંધીધામ-અંજારમાં ૩ ઈંચ વરસાદ

- દરિયામાં કરંટ જોવા મળ્યો : માંડવી, જખૌ અને કંડલાના કાંઠે ઉંચા મોજા ઉછળ્યા

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
ભચાઉમાં ૬, ગાંધીધામ-અંજારમાં ૩ ઈંચ વરસાદ 1 - image

ભુજ,સોમવાર

દક્ષિણ ગુજરાત પર સર્જાયેલ સાયકલોનીક સર્ક્યુલેશન લો પ્રેસરમાં પરિવર્તીત થઈ ચૂક્યું છે. ત્યારે કચ્છમાં અષાઢી વરસાદી માહોલ જામ્યો છે. ભચાઉમાં સાંજ સુાધીમાં છ ઈંચ, ગાંધીધામ-અંજારમાં ત્રણ, રાપરમાં બે, ભુજમાં અને મુંદ્રામાં એક ઈંચ વરસાદ પડયો છે. માંડવીમાં ગત રાત્રિાથી વહેલી સવાર સુાધીમાં વધુ બે ઈંચ ખાબકી ગયો હતો. અગાઉ વાવણી કરનાર ખેડૂતો માટે વરસાદ આશિર્વાદ રૃપ સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છના જખૌ, માંડવી અને કંડલાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. તેજ પવન ફૂંકાતા દરિયામાં ભારે મોજા ઉછળ્યા હતા.

સાયકલોનીક  સર્ક્યુલેશન વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તીત થઈ ચૂક્યું છે અને આગામી ૪થી પ દિવસ સુાધી સમગ્ર કચ્છમાં મધ્યમ વરસાદ થશે તેમજ આઈસોલેટેડ વિસ્તારમાં ભારેાથી અતિભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની તાથા પવનની ગતિ ૧પાથી ર૦ કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

ભચાઉમાં સવારના છાથી રાતના દસ વાગ્યા સુાધીમાં ૧૪૨ મી.મી. વરસાદ જિલ્લા કંટ્રોલ રૃમમાં નોંધાયો હોવાનું જણાવાયું છે. આમ ૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સીઝનનો કુલ વરસાદ ૧૮૫ મી.મી. નોંધાયો છે. ભચાઉમાં વરસાદના પગલે પંથકમાં મેઘ મહેર થતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા હતા.

ગાંધીધામમાં વહેલી સવારાથી ઝરમરીયા રૃપે વરસાદ વરસ્યો હતો. વચ્ચે વચ્ચે હળવુ ઝાપટુ વરસી જતા માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા.  રાતના દસ વાગ્યા સુાધીમાં ૭૯ મી.મી. વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સીઝનનો કુલ વરસાદ ૧૬૭ મી.મી. નોંધાયો છે.

ઐતિહાસિક શહેર અંજારમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જેના લીધે ઠેરઠેર માર્ગો પર પાણી ભરાયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ એકાથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજના ૭૬ મી.મી. સાથે સીઝનનો કુલ વરસાદ ૧૮૫ મી.મી. થયો છે.

વાગડ વિસ્તારના મુખ્ય માથક રાપરમાં વહેલી સવારના પાંચ વાગ્યાથી શરૃ થઈ ગયેલા વરસાદ આજે દિવસ ઝાપટા રૃપી રહ્યા હતો. આજે સવારેાથી સાંજે પાંચ વાગ્યા સુાધી ૪૬ મી.મી વરસાદ થયો હતો. મોસમનો કુલ ૨૨૫મી.મી. વરસાદ થયો હતો. રાપર ઉપરાંત બાદરગઢ, ડાભુંડા, સઈ, ખીરઈ, ફતેગઢ, સલારી, આડેસર, ભીમાસર, પ્રાગપર, જાટાવાડા, બાલાસર, મૌઆણા, રવ, નંદાસર, રામવાવ, ચિત્રોડ, નીલપર, ત્રંબૌ સહિત ખડીર વિસ્તારમાં લગભગ ગામે એકાથી બે ઈંચ વરસાદ ઝાપટા રૃપે પડયો હતો. રાપર શહેરમાં અવારનવાર દિવસભર ઝાપટા પડવાથી શહેરમાં થી પાણી વહી નીકળ્યા હતા અને લોકોને વરસાદમાં પલળવાની મોજ પડી ગઈ હતી. ખેતીલાયક વરસાદાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ખેડૂતોએ ખેતી માટે ઉત્તમ વરસાદ ગણાવ્યો હતો. આ વરસાથી મગ, કોળ, બાજરો, મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને ફાયદો થશે. બાદરગઢમાં દોઢ ઈંચાથી પાકને ફાયદો થશે. ચિત્રોડમાં પણ દિવસભર ઝાપટા વરસ્યા હોવાનું વેપારી આગેવાને જણાવ્યું હતું. જાપટા રૃપે વરસાદ થતા પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન હલ થઈ શકે છે. આજે અને અગાઉ પડેલા વરસાદને લીધે ધરતી એ લીલી ચાદર ધારણ કરી લીધી છે તો અનેક નદી નાળામાં પાણી આવ્યા છે. તળાવ ચેક ડેમમાં બે ચાર માસના નવા નીર આવ્યા હતા.

જિલ્લા માથક ભુજમાં ગત રાત્રિાથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથો સાથ વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. સવારાથી ઝરમીયા રૃપે વરસાદ શરૃ થયો હતો. રાતના ૧૦ વાગ્યા સુાધીમાં કંટ્રોલ રૃમમાં ૨૭ મી.મી. નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. સીઝનનો કુલ વરસાદ ૧૪૦ મી.મી. નોંધાયો છે. 

મુંદ્રા ઉપરાંત ગ્રામ્ય પંથકમાં ગત રાત્રિાથી શરૃ થયેલા હળવો વરસાદ સવારે પણ યાથાવત રહ્યો હતો. ગઈકાલે પણ મેઘરાજાને ધમાકેદાર બેટીંગ કરી હતી. તળાવ-ડેપોમાં નવા નીરનું આગમન થયું હતું. સાંજે વધુ એક ઈંચ વરસાદ પડયો હતો. મોસમનો કુલ વરસાદ ૧૯૨ મી.મી. થયો હોવાનું જાણવા મળ્યું છે.

Tags :