કચ્છમાં કોરોનાના નવા ૪ કેસ : BSFના ૩ જવાન સંક્રમિત
- જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૧૧૩ થયો, ૭ મોત
- ભચાઉના એક વૃધ્ધ કોરોનાનો ભોગ બન્યા : ત્રણ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી : હવે એક્ટિવ કેસ ર૩ રહ્યા
ભુજ, શુક્રવાર
કચ્છમાં કોરોનાનો કહેર વાધતો જઈ રહ્યો છે. એક સમયે કોરોના મુક્ત થયેલા જિલ્લા આજે કોરોના સંક્રમિત કુલ દર્દીઓનો આંક ૧૧૩ થઈ ગયો છે. જેમાં આજે વધુ ૪નો ઉમેરો થયો છે. જો કે ૩ દર્દી સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આજે બીએસએફના ત્રણ જવાનો સંક્રમણનો ભોગ બન્યા છે. આ જવાનો ભુજના સેડાતામાં ક્વોરન્ટાઈન હેઠળ હતા. ટેસ્ટ કરાયા બાદ ૨૯ વર્ષીય દિપક યાદવ, ૪૩ વર્ષીય ક્રિપાલ સીંગ , ૪૫ વર્ષીય શંભુનાથ બરમા કોરોના પોઝિટિવ નોંધાતા તેને જી.કેમાં સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે બીજીતરફ ભચાઉ તાલુકાના વાંઢીયાના ૬૨ વર્ષીય હરજીભાઈ કાનજી દેવડા કોરોનાનો ભોગ બન્યો છે.તેઓનો પરીવાર મુંબઈાથી આવ્યો હોવાથી તેમને ચેપ લાગ્યો છે. જ્યારે બીજીતરફ આજે ૩ દર્દીઓ સાજા થઈ જતાં રજા અપાઈ હતી. ભુજના જી.કે જનરલમાંથી બીએસએફના બે જવાન દેવાનંદ તાથા ખેમચંદને તાથા અંજારના લાયન્સ નગરના અર્જુન રમેશ મકવાણાને રજા આપવામાં આવી હતી. આમ કચ્છમાં નવા કેસ નોંધાયા બાદ કુલ પોઝિટિવ કેસનો આંક ૧૧૩ થયો છે. જ્યારે ૩ને રજા આપ્યા બાદ એક્ટીવ કેસ ૨૩ રહ્યા છે. જ્યારે સાજા થઈ ગયેલા કેસ ૮૩ છે. અત્યારસુાધી ૭ના મોત થઈ ચુક્યા છે.