Get The App

કચ્છની ૧૭૯ ઉચ્ચ પ્રાથમિક શાળાઓને તાળા મારી દેવાયા!

- ૩૦થી ઓછી સંખ્યાવાળા ધો.૬-૭ના વર્ગો મર્જ કરવાના પરિપત્રના પગલે

- કુલ ૧૭૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળામાંથી ૪૦૦ શાળાઓ બંધ ઔથશે ઃ નવા પરિપત્રથી ડ્રોપ આઉટ રેશિયો વધવાની શિક્ષણવિદ્દોમાં ચિંતા

Updated: Dec 10th, 2020

GS TEAM


Google News
Google News
કચ્છની ૧૭૯ ઉચ્ચ પ્રાથમિક શાળાઓને તાળા મારી દેવાયા! 1 - image

અમદાવાદ, બુાધવાર

કોરોનાના  કારણે દુનિયાભરમાં ભારે પાયમાલી સર્જાઈ છે, વૈશ્વિક મહામારીએ દેશને આાથક પરિસિૃથતિ અને શિક્ષણ સ્તરે ખૂબ મોટુ નુકશાન  પહોંચાડયુ છે. તેવામાં ગુજરાત શિક્ષણ વિભાગના નવા નિયમાથી કચ્છના શિક્ષણમાં ગંભીર અસર થશે. ૩૦થી ઓછી સંખ્યા હોય તેવા ધોરણ ૬ અને ૭ના વર્ગો મર્જ કરીને વિદ્યાર્થીઓને નજીકની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી શાળામાં સમાવેશ કરવાનો પરિપત્ર જારી કરાયો છે. જેના કારણે કચ્છમાં પ્રાથમ તબક્કામાં ૧૭૯ શાળાઓ મર્જ કરી દેવામાં આવી છે. એટલે કે આટલી ઉચ્ચ પ્રાથમિક શાળાને તાળા લાગી ગયા છે.

કચ્છ જિલ્લાની સરહદી ક્ષેત્રની વાત કરીએ તો ભારતના સૌથી વિશાળ આ જિલ્લામાં હાલ ગુજરાત શિક્ષણ વિભાગના એક પરિપત્રના કારણે નાના બાળકોના અભ્યાસ પર માઠી અસર થાય તેવી ભીતિ સર્જાઈ છે. આ પરિપત્ર અનુસાર ૩૦ થી ઓછા બાળકો હોય તેવા ધોરણ છ અને સાતના વિદ્યાર્થીઓ ના વર્ગોને મર્જ કરી અને અન્ય નજીકની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી શાળામાં સમાવેશ કરવાનો છે. કચ્છનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે, જિલ્લામાં કુલ ૧૭૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જે પૈકી ૪૦૦ શાળા એવી તારવવામાં આવી છે જ્યાં નવા પરિપત્ર મુજબ ફેરફાર કરી શકાય. જે સંદર્ભે પ્રાથમ તબક્કામાં ૧૭૯ શાળાઓ મર્જ કરી દેવામાં આવી છે. શહેરી વિસ્તારમાં આ નિયમ લાગુ થઈ શકે, પરંતુ કચ્છ જિલ્લો જે ગ્રામ્ય વિસ્તારનો ખૂબ જ વિશાળ જિલ્લો છે  માલાધારી અને મજૂર વર્ગ છે, જે પોતાના બાળકોને દુર અભ્યાસ કરવા મોકલવાના નાથી. માટે જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો વાધે તેવી ચિંતા શિક્ષણવિદ્દો સેવી રહ્યા છે. અહીં એ પણ નોંધવું ઘટે કે એક તરફ સરકાર શિક્ષણ વિભાગનો ખર્ચ ઘટાડવા માટે આ નિયમ લાદવાની વાત કરી રહી છે, ત્યારે કોઈપણ ચૂંટણી હોય ત્યારે એક મત માટે સમગ્ર ચૂંટણી પંચ પોતાનો સરંજામ લઈ અને તે જે તે સૃથળે જતું હોય છે. ત્યા સુરક્ષા આપવામાં આવતી હોય છે. એટલે કે ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે જે ભારતનું ભવિષ્ય છે તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે  સરકાર પાસે ફંડ ના હોય! તેવું હાલ આ પરિપત્રાથી  જોવા મળી રહ્યું છે.

માત્ર સાંસદે રજૂઆત કરી, ધારાસભ્યોનું મૌન!

કચ્છના પ્રાથમિક શિક્ષણના સ્તરે કાથળતું અટકાવવા માટે અત્યાર સુાધી પ્રજાના પ્રતિનિિધઓ પૈકી એકમાત્ર સાંસદ વિનોદ ચાવડાએ આ બાબતે શિક્ષણ વિભાગને પત્ર લખી કચ્છમાં આ પરિપત્રનું અમલીકરણ ન કરવા ભલામણ કરી છે. કારણ કે ગુજરાતના અન્ય જિલ્લાઓના સંદર્ભમાં કચ્છની ભૌગોલિક સિૃથતિ અલગ છે. બીજી તરફ કચ્છના લોકોનું પ્રતિનિિધત્વ કરતા એક પણ ધારાસભ્ય કે જિલ્લા પંચાયતના સભ્યએ આગળ આવવાના બદલે અકળ મૌન સેવ્યું છે.

ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બાળક દીઠ રૃ.૪૦૦ અપાશે

કચ્છના શિક્ષણ વિભાગે આ મામલે જણાવ્યું હતું કે, ધોરણ ૬-૭ના વર્ગો મર્જ કરાયા હોય તેવા બાળકોને અન્ય શાળા સુાધી જવા-આવવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ માટે બાળક દીઠ મહિને રૃ.૪૦૦ની રકમ વાહન સંચાલકને ચુકવવામાં આવશે. તમામ બાળકોને તેનો લાભ આપવામાં આવશે. બાળકોના શિક્ષણમાં કચાશ ન રહી જાય અને કોઈ બાળક અભ્યાસ છોડી જાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે.

Tags :