સફેદકોટ ધારકોને ઉત્તમ ડોક્ટર સાથે ઉમદા માનવી બનવા હાકલ
150 નવા મેડિકલ વિદ્યાર્થીઓએ ચરક સંહિતાના શપથ સાથે તબીબ બનવાની દિશામાં માંડયા કદમ
અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં શરૂ થયેલા આ સમારંભમાં કચ્છ યુનિવસટીના વાઈસ ચાન્સેલર ડો. મોહનભાઈ પટેલે વ્હાઈટકોટ સમારંભને એક સોનેરી અવસર ગણાવી કહ્યુ કે, આ કોટ સાથે અનેક જવાબદારી શરૂ થાય છે જેને નિભાવવા સદગુણ વિકસાવવાની જરૂર છે કેમકે એ માનવસેવા પ્રત્યે સમપત અને સેવાભાવનું પ્રતીક છે.
અદાણી હેલ્થ કેર ગુ્રપના હેડ ડો.પંકજ દોશીએ વ્હાઇટકોટ ધારણ કરનારાઓને તેમના ઉજ્જવળ ભાવી અંગે શુભેચ્છા પાઠવતા ઉમેર્યું કે, આજથી જ દરેકે ચિકિત્સા જગત માટે અભ્યાસમાં લાગી જવું જોઈએ સાથે તેમણે વાલીઓને સધિયારો આપતા જણાવ્યું હતું કે, તેમના બાળકોનું ભાવી આ કોલેજમાં સુરક્ષિત છે.
ગેઇમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈએ માનવ સેવા માટે સમપત નવોદિતોને ઉમદા ડોક્ટર બનવાની સાથે ઉમદા માનવી બનવા માટે પણ આહ્વાન કર્યું હતું.
જ્યારે જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ સફેદકોટ ધારણકર્તાઓને ચરક સંહિતાના શપથ લેવડાવ્યા હતા.
પ્રારંભમાં અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘાષે સ્વાગત કરી કોલેજનો અહેવાલ આપ્યો હતો અને જણાવ્યું કે કોલેજ તેના સ્થાપના કાળ ૨૦૦૯થી સતત પ્રગતિના સોપાન સર કરી રહી છે આ ૧૬મી બેચ છે.આ પ્રસંગે નવા વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપ્યા હતા.કાર્યક્રમના કોર્ડીનેટર ડો. નિર્વાદિતા રોય રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી સ્ટાફે અનેસ્ટુડન્ટ કાઉન્સિલે જહેમત ઊઠાવી હતી.


