Get The App

૧૫માં નાણાપંચ હેઠળ રૃ.૭૦ કરોડ જમા છતા પંચાયતોમાં વિકાસકામો થતા નથી!

- ગ્રાન્ટ આવે તેમાં સમયમર્યાદામાં વિકાસના કામો કરવા જરૃરી પરંતુ

- બૈઝીક તેમજ ટાઈડ ગ્રાન્ટના કયા પ્રકારના કામો કરી શકાય છે, તેની ગાઈડલાઈન પણ નક્કી તેમ છતા વર્ષ ૨૦૨૦-૨૧ના કોઈ પણ કામ મંજુર કરવામાં આવેલ નથી

Updated: Oct 8th, 2020

GS TEAM


Google News
Google News
૧૫માં નાણાપંચ હેઠળ રૃ.૭૦ કરોડ જમા છતા પંચાયતોમાં વિકાસકામો થતા નથી! 1 - image

 ભુજ,બુાધવાર

૧૫ માં નાણાંપંચ યોજના હેઠળ ગ્રામ-તાલુકા અને જિલ્લા પંચાયતમાં બેઝીક અને ટાઈડ ગ્રાંટના હપ્તા લાંબા સમયાથી પંચાયતોમાં જમા થઈ ગયેલ છે. પરંતુ પંચાયતોને વિકાસ કામોની ઘણા લાંબા સમયાથી મંજુરી આપવામાં આવતી નાથી. અત્યાર સુાધી રૃ.૭૦ કરોડ જેટલી રકમ બંને હપ્તા થયી જમા પડી રહેલ છે અને ૧૫ માં નાણાં પંચ યોજના હેઠળ બેઝીક તેમજ ટાઈડ ગ્રાન્ટના કયા પ્રકારના કામો કરી શકાય છે જેની ગાઈડલાઈન પણ નક્કી થયી ગયેલ છે. તેમ છતા વર્ષ-૨૦૨૦-૨૧ના કોઈ પણ કામ અત્યાર સુાધી મંજુર કરવામાં આવેલ નાથી. જે ગંભીર બાબત છે.

સરકારની જે પણ ગ્રાંટ આવે તેમાં સમયમર્યાદામાં વિકાસના કામો કરવા જરૃરી છે. પરંતુ કોઈ પણ કારણ વગર છેલ્લા છ માસાથી ગ્રાંટ જમા થયી ગયેલ હોવા છતા વિકાસ કામોને મંજુરીમાં વિલબં કરવામાં આવી રહેલ છે. આ બાબતે જિલ્લા પંચાયતના વીપક્ષી નેતા વીે.કે.હુંબલ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયતોમાં પુછપરછ કરતા એવો જવાબ મળે છે કે, હજુ ગાઈડ લાઈન આવેલ નાથી. પરંતુ ગાઈડ લાઈનનો પરિપત્ર તો કયારનો આવી ગયેલ છે તે મુજબ દરેક ગ્રામ-તાલુકા પંચાયતો ઠરાવ કરી કામો નક્કી કરી દેવામાં આવેલ છે. તેમ છતા તેના પ્લાન એસ્ટીમેન્ટ બનતા નાથી. મંજુરી અપાતી નાથી અને ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ઘણા  ગામોમાં રસ્તાઓ તુટી ગયેલ છે. પાણી ગટરના પ્રશ્રો છે ત્યારે વહેલી તકે આ ગ્રાંટોની મંજુરી આપવામાં આવે તેવી માંગ છે.

૧૪ માં નાણાં પંચ પુરૃ થતા વર્ષ-૨૦૨૦-૨૧થી ૧૫ માં નાણાંપંચ અમલમાં આવેલ છે અને તે મુજબ કચ્છ જિલ્લામાં ૭૦ હજાર લાખ રૃપિયા બે હપ્તામાં ચાલુ વર્ષે જમા પણ કરી દેવામાં આવેલ છે. નવા નિયમ તેમજ ગાઈડ લાઈન મુજબ ૫૦% રકમ બેઝીક તેમજ ૫૦% રકમ ટાઈડ રૃપે જમા કરાવવામાં આવેલ છે. આ ગ્રાંટ હેઠળ કેવા પ્રકારના કામો લઈ શકાય જેની ગાઈડ લાઈન પણ દરેક પંચાયતોમાં આવી ગયેલ છે. આ યોજના હેઠળ ગટર, પાણી, રોડલાઈટ, રસ્તાઓ તેમજ વિવિાધ કામો ગાઈડ લાઈન મુજબ લઈ શકાય છે. તેમ છતા અિધકારીઓ દ્વારા કામો અટકાવી રાખેલ છે. કોઈ મંજુરી આપવામાં આવતી નાથી. કોઈ આ બાબતે ચોકકસ કારણ આપતા નાથી. ત્યારે નવા જિલ્લા વિકાસ અિધકારી કચ્છ જિલ્લામાં ચાર્જ લીધેલ છે. ત્યારે એમના દ્વારા વિકાસના કામો શરૃ કરાવવાની સુચના આપવામાં આવે તેવી રજુઆત સાથે માંગ કરાઈ છે. તાત્કાલીક ધોરણે વિકાસ કામોની મંજુરી આપવામાં આવે જેાથી સમયમર્યાદામાં વિકાસ કામો પૂર્ણ કરી શકાય. ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે રસ્તાઓ, ગટર પાણીની લાઈનોને નુકશાન થયેલ છે. ત્યારે ગ્રામ પંચાયતોની માંગણી છે અને તાલુકા જિલ્લા પંચાયતોની પણ મુદત પુરી થવામાં છે. ત્યારે તેના સભ્યો પણ એવુ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે જમા રહેલ ગ્રાંટમાંથી વિકાસના કામો શરૃ કરવામાં આવે. જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. ૪-૪ ધારાસભ્યો અને ૧ સાંસદ ભાજપના છે ત્યારે વિકાસની વાતો કરવાવાળા આ મુદે ચુપ કેમ છે?

૭ કરોડ રૃપિયા જિ.પં., ૧૪ કરોડ તા.પં., તેમજ ૫૦ કરોડ જેટલી રકમ ગ્રા.પં.ને ફાળવાઈ

આ ગ્રાંટ પૈકી ૭ કરોડ રૃપિયા જિલ્લા પંચાયત, ૧૪ કરોડ તાલુકા પંચાયત તેમજ ૫૦ કરોડ જેટલી રકમ કચ્છની ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવી છે. ત્યારે જે પણ ગ્રાંટ પંચાયતોમાં જમા થાય તે પૈકી ઝડપી કામો પૂર્ણ થાય તે જોવાની જવાબદારી જિલ્લા પંચાયતની છે. તેમ છતા વર્ષ-૨૦૨૦-૨૧ના ૬ માસ જેટલો સમયગાળો પૂર્ણ થઈ ગયેલ હોવા છતા અને પંચાયતોમાં રકમ હોવા છતા આજ દિવસ સુાધી ગામ-તાલુકા પંચાયતમાં એક પણ વિકાસ કામોની મંજુરી આપવામાં આવેલ નાથી. એટલુ જ નહિં, પરંતુ પંચાયતોએ સામાન્ય સભામાં કામો મંજુર કરેલ હોવા છતા જેના પ્લાન એસ્ટીમેન્ટ જ બનાવેલ નાથી. જેના કારણે પંચાયતોના વિકાસ કામો અટકી ગયેલ છે. 

Tags :