Get The App

કિડાણા અને જંગીમાં જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા

Updated: Sep 22nd, 2024

GS TEAM

Google News
Google News
કિડાણા અને જંગીમાં જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા 1 - image

૪૪ હજાર રૂપિયા રોકડા અને ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરાયા 

ગાંધીધામ: ગાંધીધામનાં કિડાણામાં અને ભચાઉનાં જંગી ગામમાં રમાતી જુગાર પર પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૧૫ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં તેમના પાસેથી ૪૪ હજાર રૂપિયા રોકડા અને ત્રણ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.

ગાંધીધામનાં કિડાણામાં યોગેશ્વરનગર સોસાયટીમાં પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૯ શખ્સો અવધેશ રાજકુમાર શર્મા, રામબ્રેશ બદનસિંહ યાદવ, મનોજકુમાર મહાવીરસિંહ યાદવ, ઉદયવિરસિંહ અમરસિંહ ચૌહાણ, બાબુ રૂપસિંગ રાજપૂત, માધવસિંગ રામકિશન રાજપૂત, અશોક ગંદરભીંગ યાદવ, ઉમેશ વિરસિંગ યાદવ અને જેપાલ ગંદરભસિંગ યાદવને રોકડા રૂ. ૨૧,૩૦૦ સાથે ઝડપી પાડયા હતા. તો બીજી બાજુ ભચાઉનાં જંગી ગામમાં કોળીવાસમાં રમાતી જુગાર ભચાઉ પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૭ શખ્સો સુરેશભાઈ નાથુભાઈ સાલાણી, શામજીભાઈ નરસિંહભાઈ કોળી, નરેન્દ્રભાઈ ખીમજીભાઈ વાળંદ, વેરશીભાઈ રાણાભાઈ આહીર, શનીભાઇ કનુભાઈ કોળી, શોહીલભાઈ રસુલભાઈ સુમરા અને મનસુખભાઈ તરશીભાઈ કોળીને રોકડા રૂ. ૨૨,૭૦૦ સાથે ઝડપી પાડયા હતા. જેમાં તેમના પાસે ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૩૭,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.