કચ્છમાં નવા ૧૫ દર્દી, કોરોનાના એક્ટીવ કેસ ૯૯
- આગામી સમયમાં કચ્છની સ્થિતિ અમદાવાદ કરતા પણ ગંભીર બને તેવી વકી
- લખપત તાલુકામાં ૫, અંજારમાં ૪, આદિપુરમાં ૨, અબડાસામાં ૨, ગાંધીધામ તથા મુંદ્રામાં ૧-૧ નવા કેસ નોંધાતા લોકોમાં ભય, પોઝિટિવ આંક ૩૦૩, ૭ દર્દી સાજા થતા અપાઈ રજા
ભુજ, શુક્રવાર
કચ્છમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ આજે ફરી એક સાથે ૧૫ કેસ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ત્રિપલ સદીને પાર કરીને ૩૦૩ થઈ ગયો છે. તો એક્ટીવ કેસ ૯૯ પહોંચ્યા છે. લોકલ ચેપની રફતાર વાધી રહી છે બીજીતરફ અમલદારો દ્વારા ટેસ્ટ વાધારાતા ન હોવાથી ચેપ જેટ ગતિએ લોકોમાં પ્રસરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ કચ્છમાં હાલે લોકલ કોમ્યુનિટી ટ્રાન્શમિશન ગંભીરતાપુર્વક વાધી રહ્યું છે. જેના શંકજામાં ધીમે ધીમે લોકો આવી રહ્યા છે ત્યારે બીજીતરફ તમામ જાહેરનામાનો અમલ કાગળ પર હોય તેવા દશ્યો બજારોમાં જોવા મળે છે. કચ્છમાં આજે આવેલા ૧૫ કેસમાં સૌથી વધુ લખપત તાલુકામાં ૫ કેસ જોંધાયા હતા. જે તમામ લખપતના જાગેશ્વર મહાદેવ મંદિરમાં મુંબઈાથી આવેલા એક જ પરીવારના સભ્યોના છે. ૪૩ વર્ષના પ્રફુલગિરી ગોસ્વામી, ૧૭ વર્ષના ભાવીન પ્રફુલ ગોસ્વામી, ૧૮ વર્ષના વંશિકા પ્રયુલ ગોસ્વામી, ૪૨ વર્ષના જ્યોતી ગોસ્વામી, ૨૨ વર્ષના વિશાખા પ્રફુલ ગોસ્વામીને સંક્રમણ થયું છે. તો અંજાર તાલુકામાં ૪ કેસ જણાયા છે જેમાં ૪૦ વર્ષના વીડીના વાડી વિસ્તારમાં રહેતા દિનેશ સોરઠીયા, અંજાર શહેરમાં મતીયા નગર ગરબી ચોકમાં રહેતા ૩૫ વર્ષના જેશીગ ખાનીયા, અંજારના યાદવ નગરમાં રહેતા ૪૦ વર્ષના અનવર કારા મીયાણા, તાથા મેઘપર બોરીચીની શીવાધારા કોલોનીમાં ૫૪ વર્ષના પ્રતાપભાઈ કટારમલનો રીપોર્ટ પોઝિટિવ આવ્ય છે. આ ચાર કેસ પૈકી અનવર તાથા પ્રતાપભાઈની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નાથી. તો અમદાવાદાથી મુંદરાના ગોકુલા સોસાયટીમાં આવેલા ૩૩ વર્ષના ઋતુરાજસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલને સંક્રમણ થયું છે. તો આદિપુરના ૯ વાડી ખાતે રહેતા ૬૩ વર્ષના ગોપાલ પનવર તાથા ચંદ્રિકા ગોપાલ પનવરને ચેપ લાગ્યો છે. તેઓ બંને કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા હતા.
આ સિવાય અન્ય ત્રણ દર્દી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો જેઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં અબડાસાના બીટાના ૨૭ વર્ષના હિતેશ માંગે, દાદમાપરના ૬૩ વર્ષના જીવણ ગજરા, તાથા ગાંધીધામના ક્રુ મેમ્બર શશાંક સિંઘને સંક્રમણ જણાયું છે. તો બીજીતરફ ૭ દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંક ૧૯૧ થયો છે. જ્યારે અત્યારસુાધી ૧૩ લોકોના મોત થઈ ચુક્યા છે.
દયાપરમાં સવારે ૮થી બપોરે ૩ સુધી જ દુકાનો ખુલશે
કચ્છમાં કોરોના સંક્રમણના કેસો વાધી રહ્યા છે. સરહદી લખપત તાલુકાના મુખ્ય માથક દયાપરમાં બે કોરોના પોઝીટીવ કેસો નોંધાતા તીર્થાધામ માતાનામઢ અને દયાપર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકાના મુખ્ય માથક દયાપરમાં આવતીકાલાથી સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુાધી બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બે દિવસ પહેલા બુાધવારે દયાપર ખાતે એક વેપારી સહિત બે પોઝિટિવ કેસ આવતા પોલીસ દ્વારા દયાપર અને માતાનામઢ ખાતે વેપારીઓ ગ્રામજનો અને પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં પીએસઆઈ અનસુલ ગેહલોતએ જણાવ્યું હતું કે માતાનામઢ તીર્થસૃથાન હોવાથી ભાવિકોની અવર-જવર રહે છે. જ્યારે દયાપર તાલુકાનું મુખ્ય માથક હોવાથી લોકો આવે છે. જોકે લોકોને નીયમો પાડવાની અપીલ પણ કરવામાં આવે છે. આ બેઠકમાં માતાનામઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા. દયાપરની બેઠકમાં વિવિાધ નિર્ણયો લેવાયા હતા. જેમાં આવતીકાલ શનિવારાથી સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુાધી દુકાનો ખુલી રહેશે. તા. ૩૧ જુલાઈ સુાધી આ નિર્ણય ચાલુ રહેશે.