Get The App

ભચાઉ, ગાંધીધામ અને મીઠીરોહરમાં રમાતી જુગાર પર ત્રણ દરોડોમાં 14 શખ્સો ઝડપાયા

Updated: Aug 23rd, 2024

GS TEAM

Google News
Google News
ભચાઉ, ગાંધીધામ અને મીઠીરોહરમાં રમાતી જુગાર પર ત્રણ દરોડોમાં 14 શખ્સો ઝડપાયા 1 - image

રૂ. ૪૭,૬૦૦ સાથે ચાર મોબાઈલ ફોન કબ્જે કરાયા 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં ભચાઉ, ગાંધીધામ અને મીઠીરોહરમાં  પોલીસે જુદી - જુદી ત્રણ જગ્યા પર રમાતી જુગાર પર દરોડા પાડયા હતા. જે દરોડામાં કુલ ૧૪ શખ્સોને  રૂ. ૪૭,૬૦૦ સાથે ૪ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૮૭,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ભચાઉનાં ઉપલોવાસ બહાર ફળીયામાં ખુલ્લી જગ્યા પર રમાતી જુગાર પર ભચાઉ પોલીસે દરોડો પાડયો હતો. જમાં જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂ. ૧૪,૬૦૦ અને ચાર મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૫૪,૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ ગાંધીધામનાં કાર્ગો ઝુંપડા એકતાનગરમાં નટવાસ પાસે રમાતી જુગાર પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૫ શખ્સોને રોકડા રૂ. ૧૯,૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તો બીજી બાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગાંધીધામનાં મીઠીરોહરમાં રમાતી જુગાર પર દરોડો પાડી જુગાર રમતા ૩ શખ્સોને ૧૩,૮૦૦ સાથે ઝડપી પાડયા હતા.