કચ્છમાં કોરોનાના વધુ ૧૬ કેસ
- કુલ પોઝિટિવ કેસ ૩૪૮ : એક્ટીવ કેસ ૧૧૦ : ૧૮ લોકોના મોત
- ગાંધીધામમાં ૨, સામખિયાળી, ભચાઉ અને ભુજમાં ૧-૧ કેસ નોંધાયા ભુજમાં કૈલાશ નગરમાં રહેતા ૫૪ વર્ષિય ડોકટર કોરોનાનો શિકાર બનતા દર્દીઓમાં ભય ફેલાયો
ભુજ, સોમવાર
કચ્છમાં કોરોનાની રફતાર વાધી છે ત્યારે આજે નવા ૧૬ કેસ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ૩૪૮ આંબી ગયો છે. તો બીજીતરફ એક્ટીવ કેસ ૧૧૦ પહોંચી ગયા છે. આજે ૭ લોકો સાજા થતા અત્યારસુાધી ૨૨૧ લોકોએ કોરોનાને મહાત આપી ચુક્યા છે. આજે રાપર તાલુકામાં ૬, અંજાર તાલુકામાં ૫, ગાંધીધામ ૨, સામખિયાળી ૧, ભચાઉ ૧ તાથા ભુજમાં ૧ કેસ નોંધાયો હતો. કચ્છમાં કોરોનાના દિવસેને દિવસે વાધી રહેલા કેસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરાથી આવેલા રાપરના અયોધ્યાપુરીમાં રહેતા ૩૨ વર્ષની સંગીતા મેહુલ પટેલ, મુંબઈાથી રાપરના દેશલસપરમાં આવેલા પિતા- પુત્રમાં ૩૦ વર્ષના જગદીશ વાવીયા તાથા ૬૪ વર્ષના પિતા દેવજી વાવીયા પોઝિટિવ નોંધાયા છે. તો રાપરના માલી ચોકનજીક રહેતા ૩૯ વર્ષના પારસ મોરબીયા, ચિત્રોડના દેરાસર વાસમાં રહેતા માતા- પુત્રમાં ૫૪ વર્ષના રંજન અમૃતલાલ મહેતા તાથા હિતેશ મહેતાને ચેપ લાગ્યો છે. તો અંજારના વીડીવાડી વિસ્તારના ૨૧ વર્ષના વિનોદ સોરઠીયા, શહેરમાં વિજયનગરમાં રહેતા ૩૬ વર્ષના પીટુંકુમાર સિંગ , માનવ પાર્ટી પ્લોટ ખાતે રહેતા ૩૫ વર્ષના સંજય સિંગ, ગોપાલ મૌર્ય તેમજ અંજાર તાલુકાના દબડામાં ના શિવાજીનગરમાં રહેતા ૨૬ વર્ષના અભયરાજ વર્માને સંક્રમણ થયું છે. આ ત્રણે કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નાથી. તે જ રીતે ક્યાંક બહાર ગયા ન હોવાછતાં ભચાઉના રામવાડી વિસ્તારના વાર્ધામનગરમાં રહેતા સંજ્યસિંહ જાડેજા તાથા સામખિયાળીના બ્રાહ્મણસમાજવાડી પાસે રહેતા ૨૨ વર્ષના સુહાના રાઈમાને ચેપ લાગ્યો છે. ગાંધીધામના અપનાનગરમાં રહેતા ૧૮ વર્ષના રોહિત કતીરા બરોડાથી આવેલા છે. તો શહેરના સેક્ટર-૨માં રહેતા દિલીપ દતાણી અમદાવાદાથી આવ્યા બાદ સંક્રમણ થયું છે. તો બીજીતરફ ભુજમાં કૈલાશનગરમાં એસ.ટી વર્કશોપ પાસે રહેતા ૫૪ વર્ષના ડોકટર અશોક ત્રિવેદી કોરોનાનો શિકાર બન્યા છે. તો આજે ૭ લોકો સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારસુાધી કચ્છમાં કોરોના થકી ૧૮ મોત થઈ ચુક્યા છે.
કંડલા પોર્ટના પૂર્વ ટ્રસ્ટી અને કામદાર નેતાનું કોરોનાથી મોત
કચ્છમાં કોરોનાનું સંક્રમણ વાધી રહ્યું છે. જો આ બાબતે તકેદારી રાખવામાં નહીં આવે તો અમદાવાદ-સુરત જેવી પરિસિૃથતિ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે કંડલા પોર્ટ ટ્રસ્ટના પુર્વ ટ્રસ્ટી અને કામદાર આગેવાન મનોહર બેલાણીનું નિાધન થયું છે. ગઈકાલે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે મોડી સાંજે તેમનું મોત થયું છે. પોર્ટ પર અંદાજીત ૩૦૦થી વધુ લોકો તેમના સંપર્કમાં આવ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. અત્યાર સુાધી કોરોનાથી કચ્છમાં ૧૮ વ્યક્તિઓ જીવ ગુમાવી ચૂક્યા છે. આજે પોર્ટના પૂર્વ ટ્રસ્ટીના નિાધનાથી શોકનું મોજુ ફરી વળ્યંુ છે. ટ્રસ્ટના બિલ્ડિંગમાં કર્મચારીઓ સિવાયના લોકો પર પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી છે.