કોરોનાના નવા ૧૧ કેસ, કુલ ૧૯૬ પોઝિટિવ
- એક્ટીવ કેસની સંખ્યા ૭૧ થઈ ઃ એક દર્દી સાજા થતા રજા અપાઈ
ભુજ, સોમવાર
કચ્છમાં કોરોનાની રફતાર વાધતા પોઝિટિવ કેસ બેવડી સદીના આરે પહોંચી ગયા છે. આજે એક સાથે ૧૧ કેસ નોંધાતા જિલ્લામાં અત્યારસુાધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ ૧૯૬ પહોંચ્યા છે. જ્યારે એક્ટીવ કેસ ૭૧ થયા છે. બીજીતરફ એક દર્દી સાજો થતા તેને રજા અપાતા સાજા થયેલા દર્દીનો આંક ૧૧ૅ૬ થયો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં ગાંધીધામ, અંજાર , અબડાસા તાથા રાપરમાં કેસ નોંધાયા હતા. જેમાં અંજારના ૪૮ વર્ષીય પ્રિ.સિનિયર સિવિલ જજ કોરોનાનો ભોગ બન્યા છે. જેઓ મહેસાણાથી કચ્છ આવ્યા હતા. જ્યારે ગાંધીધામમાં પ્લોટ ૨૯૯ ૧૦એના હાઉસ નં.૮માં રહેતા ૨૪ વર્ષીય સ્મીત નવીન મોટીવરસનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે થોડા સમય પહેલા જ જામનગરાથી ગાંધીધામ આવ્યો હતો. તો બીજીતરફ કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતી ૨૧ વર્ષીય અંતરજાળની પુનમ ભરત ભીલને પણ સંક્રમણ થયું છે. જ્યારે અબડાસાના સાંધીપુરમની બાવા કોલોનીમાં રહેતા ૫ પુરૃષ તાથા ૧ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાંધીપુરમના અગાઉના કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યાથી આ તમામ ચેપગ્રસ્ત બન્યા છે. જેમાં ૪૮ વર્ષીય બાદશાહ કાદર, ૩૩ વર્ષીય જલાલુદીન કુતુબદીન, ૪૩ વર્ષીય ફીરોઝ હુસેન, ૨૮ વર્ષીય રબીસ સિંગ, ૫૬ વર્ષીય મોહન કુમાર, ૨૬ વર્ષીય મહિલા કિરણ ઝાલાનો સમાવશે થાય છે. તો રાપરમાં બે કેસ પિતા- પુત્રના નોંધાયા છે જે પણ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યાથી સંક્રમણનો શિકાર બન્યા છે. જેમાં શહેરના અયોધ્યાપુરીમાં રહેતા ૪૬ વર્ષીય પ્રવીણલાલ ઠક્કર તાથા ૧૯ વર્ષના જયકુમાર ઠક્કરનો સમાવેશ થાય છે. તો એકતરફ મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાંથી બીએસએફનો જવાન સાજો થતા રજા અપાઈ હતી. ૩૪ વર્ષીય ધર્મેન્દ્ર છોટાલાલ રામે કોરોનાને મ્હાત આપી હતી.
પાલારા જેલ સ્ટાફ ક્વાટર, કોડાય, ગડા ગામમાં વિસ્તારો સીલ કરાયા
માંડવી તાલુકાના કોડાય તાથા પાલારા જેલના સ્ટાફ કર્વાટર તાથા ગડા ગામનો કેટલોક વિસ્તાર કોરોના દર્દીઓ જણાતા સીલ કરાયો છે.
કોડાય ગામના વાર્ધમાનનગરને તા.૧૩ જુલાઈ સુાધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. ભુજ તાલુકાના ગડા રોડ પર જયોતિ પાર્કની બાજુમાં, એસ.ઓ.એસ.ની પાછળ ગડા પાટિયા પાસે આવેલ ષિ બંગલાને તાથા ભુજ શહેરના પાલારા જેલ સ્ટાફ કવાર્ટર, પાલારા જેલ વિસ્તાર બી-૧ જુના બ્લોકને તા.૧૩ જુલાઈ સુાધી કોવીડ-૧૯ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે ક જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ભુજ શહેરના પાલારા જેલ સ્ટાફ કવાર્ટર, પાલારા જેલ વિસ્તાર બી-૧ જુના બ્લોક વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગરે જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
વધુ એક જજ કોરોનાગ્રસ્ત ઃ અંજારના પ્રિ.સિનિયર સિવિલ જજ ભોગ બન્યા
કચ્છમાં કોરોનાનો કોપ વાધી રહ્યો છે. સરકારી કચેરીઓમાં કોરોનાનો પગપેસારો વધ્યા બાદ હવે કોર્ટ પરીસર પણ બાકાત રહ્યું નાથી. આજ ેવધુ એક જજ કોરોનાનો શિકાર બનતા ચિંતામાં વાધારો થયો છે.
અગાઉ વડોદારાથી ગાંધીધામ આવેલા જજ તાથા તેનો પરીવાર કોરોનાગ્રસ્ત બન્યા હતા. જે બાદ આજે મહેસાણાથી અંજાર આવેલા ૪૮ વર્ષીય જજનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર તળે ખસેડાયા છે. આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ અંજારના પ્રિન્સીપાલ સિનિયર જજ પી.જ. ચૌધરીનો રીપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટમાં દોડાધામ થઈ ગઈ હતી. ૩૦ જુનના તેઓ વતન મહેસાણાથી અંજાર આવ્યા બાદ તેઓની તબિયત લાથડી હતી. અંજાર નવી કોર્ટ પાછળ જજીસ ક્વાર્ટરમાં રહેતા ન્યાયાધીશના સંપર્કમાં કોર્ટના કર્મચારીઓ, વકીલો તાથા રહેણાંક આસપાસના લોકો આવ્યા છે. તેઓની તબિયત બગડયા બાદ તેઓ એક વાર કોર્ટમાં ગયા હતા જેાથી તેના સંપર્કમાં કોણ આવ્યું તેની શોધખોળ આદરાઈ છે. પ્રાથમિક તપાસમાં સીધા સંપર્કમાં ૨૫થી વધુ લોકો આવ્યા હોવાથી તેઓને ક્વોરન્ટાઈન કરવા તાથા ટેસ્ટ કરવાની કામગીરી કરાશે.