માંડવીના દરિયાઈ વિસ્તારમાં ૧૦ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા
- પૃથ્થકરણ માટે એફએસએલની ટીમને બોલાવાઈ
ભુજ,શનિવાર
છેલ્લા દસ દિવસાથી કચ્છના દરિયાઈ વિસ્તારમાં અવારનવાર ડ્રગ્સના પેકેટો મળી આવી રહ્યા છે. ત્યારે આજે વધુ ૧૦ પેકેટો માંડવી દરિયાઈ વિસ્તારમાં મળી આવતા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
માંડવી અને મસ્કા વચ્ચેના દરિયા કાંઠેાથી સંયુક્ત તપાસ કામગીરી દરમિયાન શંકાસ્પદ ૧૦ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટને હસ્તગત કરીને એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. તપાસ બાદ આ ક્યા પ્રકારનો માદક પ્રદાર્થ છે તે અંગેની વિગતો બહાર આવશે. પ્રાથમિક અનુમાન મુજબ ચરસના પેકેટો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય એ છે કે, છેલ્લા ઘણા સમયાથી કચ્છના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સના પેકેટો મળી આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત ઘઊી શકાય તેમ છે ત્યારે આ દિશામાં જુદી-જુદી એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે.