Get The App

પપૈયાની ખેતી ભલે કરીએ પણ ઉતાવળે નહીં, ખેડૂતે જ મીઠાં મઘૂરાં પપૈયાનું વેચાણ કરવું રહ્યું

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
પપૈયાની ખેતી ભલે કરીએ પણ ઉતાવળે નહીં, ખેડૂતે જ મીઠાં મઘૂરાં પપૈયાનું વેચાણ કરવું રહ્યું 1 - image

• પાકેલા પપૈયા વ્યાપારીઓ પાસે પહોંચવાને બદલે અઘકચરા પપૈયા વેચાણ અર્થે પહોંચી જતા હોય છે ત્યારે

• કાચા પપૈયામાંથી પેપીન તરીકે દૂધ કાઢી લીધા બાદ ફળોનો ઉપયોગ ટૂટીફ્રૂટી, અથાણાં અને ચીપ્સ બનાવવા તથા શાકભાજી તરીકે થાય છે. પાકાં ફળોનો ઉપયોગ જામ, જેલી, ચોકલેટ, ટૉફી, બાર, સ્કવૉશ પીણાં અને પાવડર બનાવવા થાય છે

Agriculture News : આજનો ખેડૂત બાગાયતી ખેતી તરફ આકર્ષાયો છે. તેમાં ઓછી જમીનમાં વધુ ઉત્પાદન અને આવક રળી શકાય છે. આવાં જ ફળપાકમાંનો અગત્યનો અને રોકડીયો પાક એટલે પપૈયા. પપૈયું એક એવું ફળ છે તે જ્યારે બજારમાં વેચાય ત્યારે ગ્રાહકને એ ખ્યાલ નથી હોતો કે આ ફળ કુદરતી રીતે પાકેલું છે કે કેમ ? દેખાવમાં એકદમ પીળું એટલે કે પાકેલું લાગતું પપૈયું હોંશભેર ખરીદીને ઘરે લઈ જઈએ અને જ્યારે કાપીએ ત્યારે ખબર પડે કે તેની મીઠાશ ખરેખર છે કે કેમ ?

મોટાભાગના કિસ્સામાં એવું બને કે આપણે ખરીદેલું પપૈયું ફીક્કું જ લાગે. તેનો અર્થ એટલો જ થયો કે મોટાભાગે કુદરતી રીતે પાકેલા પપૈયા વ્યાપારીઓ પાસે પહોંચવાને બદલે અઘકચરા પાકેલા પપૈયા બજારમાં વેચાણ અર્થે પહોંચી જતા હોય છે. એટલે જરૂરી એ છે કે પપૈયાની ખેતી કરતા ખેડૂતોએ ઉતાવળે આંબા પકવવાના બદલે ઘીરજથી પાકેલા પપૈયા બજારમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સવાલ અહીં મીઠાશવાળા પપૈયાની ખેતી કઈ રીતે કરવી એટલો જ હોય તો તેની પ્રક્રિયા જાણીને અમલમાં મૂકવા જેવી છે.

રોપણી : રોપણી માટે 2.1 2.1 મીટરના અંતરે (2268 છોડ) 30 30 30 સે.મી. ખાડા ઉનાળામાં તૈયાર કરી 7 થી 10 દિવસ ખુલ્લા રાખી તેમાંથી નીકળેલ માટી સાથે 10 કિલો છાણિયું ખાતર ભેળવી ખાડા પૂરી દેવા. ઘનિષ્ઠ વાવેતર માટે ઓછા અંતરે 2 1.8 મીટરે અથવા 2.4 1.5 મીટરે વાવેતર કરવાથી હેકટરે છોડની સંખ્યા વધારી શકાય. 22 સે.મી. ઉંચાઈના વધુ તંતુમૂળવાળા રોપ પસંદ કરવા. પપૈયાના ધરૂની ફેર રોપણી જુલાઈથી ઓગસ્ટ માસ દરમિયાન છોડ ત્રિકોણ આકારે સરખું અંતરે રાખી કરવી. રોપતી વખતે ટોચના 2-3 પાન રહેવા દઈ બાકીના પાનનું ડીંટુ રહેવા દઈ, કાતરથી કાપી નાંખવા જેથી છોડમાંથી ભેજ ઉડી જતો અટકાવી શકાય.

આ પાકમાં જો ગાદી ક્યારા પર મલ્ચીંગ પ્લાસ્ટીકનો આવરણ તરીકે ઉપયોગ કરી વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારાં પરિણામ મળે છે.

ખાતર : શરૂઆતમાં છોડને પોષણ આપવા માટે જૈવિક ખાતર (એઝેટોબેકટ2, ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા, પોટાશ મોબીલાઈઝીંગ બેક્ટેરીયા) નો ઉપયોગ કરવો. તેનું પ્રમાણ છોડ દીઠ 10 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરવાથી શરૂઆતમાં છોડને પોષણ મળી શકે. બે મહિના પછી 1.5 ફૂટ ઉંચા પાળા ચઢાવવા.

પપૈયાના પાકને છાણિયું તેમજ રાસાયણિક ખાતરો પૂરતા પ્રમાણમાં અને સમયસર અહીં દર્શાવેલ કોઠા મુજબ છોડ દીઠ આપવા. ખાતરો થડથી 15-20 સે. મી. દૂર અને 15 સે. મી. ઊંડાઈ સુધીમાં આપવા. ત્યારબાદ તુરંત જ પાણી આપવું. શક્ય તેટલા વધારે સેન્દ્રિય ખાતરો વાપરવા. પાકમાં સૂક્ષ્મ તવોની ઊણપ જોવા મળે તો તેની પૂર્તિ માટે રોપણી બાદ ચોથા અને આઠમા માસે 0.50 ટકા ઝીંક સલ્ફેટ અને 0.1 ટકા બોરીક એસિડનો છંટકાવ કરવો. (100 લીટર પાણીમાં 500 ગ્રામ ઝીંક સલ્ફેટ અને 100 ગ્રામ બોરીક એસિડ).

આંતરપાક : પાકની શરૂઆતની અવસ્થામાં બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચેની જમીનમાં ટૂંકાગાળાના શાકભાજી વાવીને વધારાની આવક મેળવી શકાય. જો મલ્ચીંગ સીટમાં પપૈયાનું વાવેતર કરવું હોય તો વધારાની આવક લેવા માટે જાન્યુઆરી માસમાં જમીનની તૈયારી કરી લેવી અને તેમાં તરબુચનું વાવેતર કરવું. આ ઉપરાંત પપૈયાના વાવેતર સાથે આંતરપાક આદુનો પાક લેવામાં આવે તો સારું વળતર મળે.

રોગ...

થડ અને મૂળનો કોહવારો : આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. ધરૂવાડિયામાં પણ આ રોગ જોવા મળે છે.

નિયંત્રણ : પપૈયાનાં મૂળ અને થડનાં કહોવારોથી બચવા માટે ધરૂવાડિયું બનાવવા હંમેશાં સારા નિતારવાળી, ઉંચી જગ્યાએ ગાદી ક્યારા બનાવવા, જેથી પાણીનો નિતાર અને નિકાલ થઈ શકે. પપૈયાના ખેતરમાં પાણીનો ભરાવો થવા દેવો નહીં. આ માટે પપૈયાની ફેરરોપણી શક્ય હોય તેટલા ઉંચા પાળા પર કરવી.

પપૈયા રીંગ સ્પોટ વાયરસ (પીઆરએસવી) રોગઃ આ રોગની શરૂઆતમાં કુમળા પાન પીળા અને નસ ઉપસેલી દેખાય છે. ઘાટા લીલા રંગની લાઈન અને ગોળ રીંગ પાનના દાંડી તથા થડ ઉપર જોવા મળે છે.

નિયંત્રણ : રોગવાળા છોડ ઉપાડીને નાશ કરવો. આ રોગ ફેલાતો અટકાવવા માટે શરૂઆતમાં જંતુનાશક દવા છંટકાવ કરી મોલોમશીનું નિયંત્રણ ક2વું.

ફળ ઉતારવા

પપૈયાનાં ફળ ઉપર નખ મારવાથી, દૂધનાં બદલે પાણી જેવું પ્રવાહી નીકળે ત્યારે ફળ ઉતારવા માટે યોગ્ય ગણાય છે. ફળ ઉપર સહેજ પીળો પટ્ટો દેખાવાની શરૂઆત થાય, ત્યારે ફળ ઉતારવા. તૈયાર થયેલ ફળને હાથથી ઉતારવા અને પેકીંગ કરતી વખતે નાના-મોટા નુકસાનવાળા તેમ જ રોગિષ્ટ ફળનું અલગ-અલગ વર્ગીકરણ કરવું. ફળના પેકિંગ માટે વાંસના ટોપલા, પ્લાસ્ટીક કેરેટમાં નીચે પરાળ, કાગળ અને પપૈયાના પાન પાથરી તેના પર ચોકકસ સંખ્યામાં ફળ ગોઠવી બજારમાં વેચાણ માટે મોકલવા.

ઉત્પાદન : ઉત્પાદનનો આધાર જાત, માવજત, જમીનનો પ્રકાર તેમજ પાણીનો પ્રકાર અને હવામાન ઉપર છે. સામાન્ય રીતે છોડ દીઠ 40-50 કિલો ફળ મળે છે.

મૂલ્યવૃદ્ધિ : કાચા ફળમાંથી દૂધ ભેગું કરી સુકવવામાં આવે છે. તેને પેપીન કહે છે. તેનો ઉપયોગ આલ્કોહોલ અને સૌંદર્ય પ્રસાધનોના શુદ્ધિકરણ માટે, ચર્મઉદ્યોગ તેમ જ વિવિધ બીમારીઓમાં ઔષધ તરીકે ઉપયોગ થાય છે. 

પેપીન તરીકે દૂધ કાઢી લીધા બાદ ફળનો ઉપયોગ ટૂટીફ્રૂટી, અથાણાં અને ચીપ્સ બનાવવા તથા શાકભાજી તરીકે થાય છે. પાકાં ફળોનો ઉપયોગ જામ, જેલી, ચોકલેટ, ટૉફી, બાર, સ્કવૉશ પીણાં અને પાવડર બનાવવા થાય છે.

પપૈયાની ખેતી ભલે કરીએ પણ ઉતાવળે નહીં, ખેડૂતે જ મીઠાં મઘૂરાં પપૈયાનું વેચાણ કરવું રહ્યું 2 - image