- ગણેશ વિસર્જન દરમિયાન અરેરાટીભરી ઘટના
- 20 કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો
બનાવની વિગતો મુજબ બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામના લોકો દ્વારા શુક્રવારે બપોરે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રા જનોડ ગામની સીમમાંથી પસાર થઇ મહીસાગર નદીમાં ભક્તો જઈ રહ્યા હતા. ત્યારે તેમની સાથે અરવિંદભાઈ વાઘાભાઈ પટેલિયા (ઉં.વ ૩૭) જોડાયા હતા. ત્યાં જઈ ગણેશ વિસર્જન કરી બીજા યુવાનોની સાથે આ યુવકે નદીમાં નહાવા માટે પડયો હતો નદીના કિનારેથી થોડે દૂર જતાં તેઓ નદીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગતા બૂમાબૂમ કરી હતી. જો કે, થોડી જ વારમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક તરવૈયાઓ એ યુવાનની શોધ ખોળ શરૂ કરી હતી પરંતુ મોડી રાત સુધી યુવાનનો મૃતદેહ ન મળતા બાલાસિનો મામલતદારને જાણ કરવામાં આવી હતી.
મામલતદાર દ્વારા એન ડી આર એફની ટીમને જાણ કરી હતી. જે ટીમ આજે સવારે આવી પહોંચી હતી અને બે કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.


