Get The App

વિરપુરની ઉમરિયા પ્રાથમિક શાળા બે વર્ષથી જર્જરિત

Updated: Aug 21st, 2024

GS TEAM

Google News
Google News
વિરપુરની ઉમરિયા પ્રાથમિક શાળા બે વર્ષથી જર્જરિત 1 - image

- સત્વરે શાળાના નવીનીકરણની માંગ 

- 62 વિદ્યાર્થીઓ શાળાની બહાર તથા મકાનના આંગણામાં બેસી ભણવા માટે મજબૂર

વિરપુર : વિરપુર તાલુકાના ઉમરિયામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત બનતા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ શાળાની બહાર તથા ખાનગી મકાનના આંગણામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ઉમરિયા પ્રાથમિક શાળામાં ધો.૧થી પાંચમાં કુલ ૬૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ઓરડા છેલ્લા બે વર્ષથી જર્જરીત હાલતમાં છે. 

તેમાંથી એક ઓરડો ઈલેક્શન બુથનો હોવાથી ઈલેક્શન કમિશનરની મંજૂરીના અભાવે તે ઓરડો પણ ખંડેર હાલતમાં ફેરવાયો છે. જેથી બે વર્ષથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિદ્યાર્થીઓ શાળાની બહાર તથા ખાનગી મકાનના આંગણામાં બેસી ભણી રહ્યાં છે. જેને લઈ વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. તેમજ સત્વરે શાળાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.