Get The App

સિંહુજના વીરેશ્વર મહાદેવને શ્રાવણ માસમાં 45 કિલો ચોખાની પૂંજ ચડાવાય છે

- કોરોનાની મહામારીના કારણે ભક્તોની સંખ્યા ઘટી

- શ્રાવણ મહિનાના પ્રારંભથી જ માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ અપાય છે

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
સિંહુજના વીરેશ્વર મહાદેવને શ્રાવણ માસમાં 45 કિલો ચોખાની પૂંજ ચડાવાય છે 1 - image


નડિયાદ, તા. 26 જુલાઈ 2020, રવિવાર

મહેમદાવાદ તાલુકામાં આવેલ એક પૌરાણિક શિવમંદિર શ્રાવણમાસમાં ભક્તોની આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે.આ મંદિરની વિશેષતાએ છે કે અહી બારેમાસ શિવલિંગ પર ચોખાની પુંજ ભરવામાં આવે છે.તેમજ એક મહાન કવિ પણ અહી રહીને વાર્તા સંગ્રહો, આખ્યાનો, છપ્પા, કથાઓ અને ચોપાઇ લખી હતી.જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે શ્રધ્ધાળુઓ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતુ.

 સિંહુજ ખાતે આવેલ વીરેશ્વર મહાદેવ શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ દર્શન માટે ઉમટી પડે છે.જો કે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે યાત્રિકોમાં ઘટાડો નોધાયો છે.તેમજ  મંદિર દ્વારા માસ્ક,સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે યાત્રિકોને મંદિર પ્રવેશ આપવામાં આવે છે.ખાત્રજ ચોકડીથી પૂર્વ બાજુ આશરે ૧૫ કિ.મી દુર સિંહુજ ગામમાં આવેલ વિરેશ્વર મહાદેવનુ પ્રાચીન શિવાલય આવેલુ છે.આ અંગે મંદિરના ટ્રસ્ટી દેવજીભાઇ સોઢા અને જશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે મંદિરની બાંધણી જૂના સમયની શિલાઓથી બનેલી છે. જે પ્રાચીન શિલ્પસ્થાપત્યોનો ખ્યાલ આપે છે.મહાદેવનુ લિંગ સ્વયંભૂ છે.જેની ઉંચાઇ અઢી ફુટ અને પહોળાઇ પરિઘ ત્રણ ફુટ છે. આ મંદિરમાં રહેલ લીંગની શોધ વીરા રબારી નામના ગોવાળીયાએ કરી હતી.વીરા રબારી દરરોજ ગાયો લઇને ખેતરમાં ચરાવવા માટે જતો હતો તે સમયે આ જગ્યા પર ગાય સ્વયંમ દુઝી જતી હતી.જેથી ગોવાળીયાને શંકા જતા આ જગ્યાએ ખોદકામ કરાવ્યુ હતુ અને ખોદકામ દરમ્યાન આ જગ્યા પર સ્વયંભૂ લિંગ દેખાયુ હતુ.જેથી ગોવાળ વીરા રબારીના નામ પરથી આ મહાદેવનુ નામ વીરેશ્વર મહાદેવ પાડવામાં આવ્યુ હતુ.ઇ.સ. ૧૯૪૦માં વીરેશ્વર મહાદેવનો જીર્ણોદ્રાર કરવામાં આવ્યો હતો.શ્રાવણ માસના દર સોમવારે અને દરરોજ વીરેશ્નવર મહાદેવ ઉપર ૪૫ કિલો અણીશુધ્ધ ચોખાની પૂંજ ચડાવવામાં આવે છે.તે પુંજ મનોકામના રૃપે ચડાવવામાં આવે છે.મહાદેવનુ મંદિર એક વહેરા પર આવેલુ છે.જેને ભીમઘરાના નામે ઓળખવામાં આવે છે.આ ભીમઘરાના બંને કિનારા પર કદંબના વૃક્ષ ઉગી નિકળ્યા છે.કદબંના વૃક્ષ યમુના નદી સિવાય ક્યાંક ભારતમાં જોવા મળતા નથી. આ ઉપરાંત મહાન કવિ શામળ ભટ્ટને ગામના રખીદાસ પટેલે આશ્રય આપ્યો હતો.મંદિરના મેડા પર અને નજીક આવેલ ગોમતી તળાવના કિનારે બેસી બત્રીસ પુત્રીની વાર્તાનુ નિર્માણ કર્યુ હતુ.ઇ.સ.૧૭૦૦માં કેટલાક આખ્યાનો,છપ્પા,કથાઓ અને ચોપાઇ લખી હતી.જેમાં સિહાસન બત્રીસી, વેતાળ પચ્ચીસી, સુડાબહોત્તેરી, વેદ બત્રીસી, રાજા ભોજ, વિક્રમ વેતાળ જેવા પ્રસિધ્ધ પુસ્તકો લખ્યા હતા.તે સમયને અનુરૃપ લોકોને રસ પડે તેવી વાર્તાઓ લોકો સમક્ષ મૂકી હતી.ટી.વી સીરીયલમાં આવતી બત્રીસ પૂતળી અને વિક્રમ વેતાળ શામળ ભટ્ટની ઉપજ છે.આમ કવિ શામળ ભટ્ટ ૪૦ વર્ષ મંદિર પરીસરમાં રહ્યા હતા તેવુ મંદિરના ટ્રસ્ટીઓ જણાવી રહ્યા છે.

Tags :