સવારે 9 વાગ્યાથી બપોર સુધી સંક્રમિત મહિલા રખડતી રહેતા વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ
- બાલાસિનોર પીએચસીમાં કોરોનાની મહિલા દર્દીને લેવા વાહન ન આવ્યું
બાલાસિનોર, તા.24 જુલાઈ 2020, શુક્રવાર
કોરોનાની મહામારી વચ્ચે બાલાસિનોર સીએચીની બેદરકાર સામે આવી છે. કોરોનાના દર્દીને વાહન લેવા આવશે એવી જાણ કર્યા પછી ય કોઈ ન આવતા બપોર સુધી દર્દી સીએચસી પાસે ફરતો રહ્યો હોવાનો વીડિયો પણ વાઈરલ થયો હતો.
દૂધીબેન ધુળાભાઈ મકવાણા નામની મહિલાને કોરોના હોવાની જાણ કર્યા પછી ય ગાડી લેવા ન આવતા દર્દીને ખુલ્લામાં રહેવું પડતાં બીજાને સંક્રમણની શક્યતાઓ વધી ગઈ હતી છતાં સવારે ૯ વાગ્યે જાણ કરવામાં આવી તે પછી બપોર સુધી આ દર્દીને લેવા કોઈ વાહન આવ્યું નહોતું.
કોરોનાની ગંભીર મહામારી વચ્ચે પણ બાલાસિનોર પીએચસીના સ્ટાફની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારીની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થતા લોકોમાં ખાસ્સી ચર્ચાઓ જાગી હતી.