- ઈજાગ્રસ્ત 4 પોલીસ કર્મીઓ સારવાર હેઠળ
- માતરના ગરનાળા પાસે શંકાસ્પદ કારનો પીછો કરતી વખતે સ્પીડ વધારતા ઘટના બની
વસો પોલીસ સ્ટેશનની ટીમ રાત્રી સમયે પોલીસ વાન સાથે પોતાના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન વસો ચોકડીએ આવતા એક શંકાસ્પદ ગાડી ચોકડી વટાવી માતર રોડ પર આગળ વધતા પોલીસે શંકાસ્પદ ગાડીનો પીછો કર્યો હતો. પોલીસની ગાડી પાછળ આવતી જોઈને આગળ જતી ગાડીએ પણ સ્પીડ વધારતા પોલીસની ગાડીએ પણ સ્પીડ વધારી હતી. માતર તાલુકાના ગરમાળા નજીક પોલીસ ગાડી આવતા રોડ પર રેતી પડેલી હોવાથી પોલીસ ગાડીના વીલ તેમાં પડતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે અંદર બેઠેલા ચાર પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ બાબતે વસો પોલીસ મથકના પીએસઆઇ એચ. એન. આજરાએ જણાવ્યું હતું કે, રોડ પર ચીકણી માટી હોવાથી ગાડી પલટી ખાઈ ખેતરમાં પડી હતી. જેમાં ઈજાગ્રસ્ત ૪ પોલીસ કર્મચારીઓની તબિયત હાલમાં સારી છે. ગાડીમાં મહત્વના દસ્તાવેજ સહિતની સામગ્રી હોવાથી ગાડી પર તાડપત્રી લગાવવામાં આવી હતી, આ સિવાયની ચાલતી તમામ ચર્ચાઓ અફવાઓથી વધારે કંઈ નથી.


