સેવાલિયા : ઉપરવાસમાં વરસાદના કારણે વણાંકબોરી ડેમ 234 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો છે. પાનમ ડેમથી ૩ લાખ અને કડાણા ડેમમાંથી ૧.૨૫ લાખ ક્યૂસેક પાણી છોડાતા વણાકબોરી ઓવરફ્લો થયો છે. ત્યારે તંત્રએ તાલુકાના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉપરવાસના ડેમોમાં નવા પાણીની આવકમાં વધારો થયો છે. જેને કારણે પાનમ ડેમ, કડાણા ડેમ નવા નીરની આવક થતા ડેમના ગેટ ખોલીને પાણીનો પ્રવાહ આગળના ડેમમાં મોકલાઈ રહ્યો છે. જેને પગલે વણાંકબોરી ડેમ ૧૩ ફૂટથી હાલ ઓવરફ્લો થાય છે. પાનમ ડેમથી અંદાજે ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને કડાણા ડેમમાંથી પણ અંદાજે ૧ .૨૫ લાખ ક્યુસેક પાણી વણાંકબોરી ડેમ ખાતે છોડવામાં આવ્યું હતું. વણાંકબોરી ડેમ ખાતે ૨૩૬ ફૂટે વાઈટ સિગ્નલ,૨૪૨ બ્લ્યુ સિગ્નલ ત્યાર બાદ ૨૪૬એ રેડ સિગ્નલ આપવામાં આવે છે અને હાલ ૨૩૪ ફૂટ વણાંકબોરી ડેમનું લેવલ આવી ગયું છે. હાલ ગળતેશ્વર મામલતદાર દ્વારા તાલુકાના લોકો સાવચેત કરાયા છે.
ડેમના લેવલ (મીટરમાં)
|
ડેમ |
લેવલ |
|
વણાકબોરી |
૨૩૩ |
|
કડાણા |
૪૧૪ |
|
પાનમ |
૧૨૬ |
|
વાત્રક |
૧૩૫ |
|
ધરોઈ |
૧૮૦ |


