નડિયાદ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના રાહતકાર્યમાં નવીન સેવાનો આરંભ કરાયો છે.જેમાં મંદિર દ્વારા છેલ્લાંપંદર દિવસમાં ૩૦ ટનથી વધુ શાકભાજીનુ વિતરણ કરવામાં આવ્યુ છે.
આજે સમગ્રદેશ કોરોનાની સામે એક થઇને લડી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાનુ પ્રસિધ્ધ તીર્થ વડતાલ મંદિર દ્વારા લોકડાઉનમાં લોકોને મદદરૃપ થવા માટે અનોખો સેવાયજ્ઞા ચાલી રહ્યો છે.છેલ્લા બે અઠવાડિયાથી ે સતત વડતાલ મંદિરના સંતો, હરીભક્તો શાકભાજીની કીટો તૈયાર કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના અમલ સાથે લોકોના ઘર સુધી પહોચાડવામાં આવી રહી છે.પ્રતિદિન બે થી અઢી ટન શાકભાજી તારાપુર, વલાસણ, ઓડ, અજરપુરા, નામણ, ઉત્તરસંડા, જોળ,પીજ, જેવા અનેક ગામોના ભક્તોજનો યથાશક્તિ સેવા આપી રહ્યા છે.વડતાલ મંદિરના સંતો, પાર્ષદો અને સ્વયંમસેવકો તેની ચારથી પાંચ કિલોની કીટ તૈયાર કરે છે. આ શાકભાજીની કીટમાં કોબી,રીંગણ,મરચા,દુધી,ફલાવર,બટેકા જેવી તાજી શાકભાજી લઇને લોકોના આંગણા સુધી પહોચાડવાનુ કાર્ય વડતાલ સંસ્થાન દ્વારા થઇ રહ્યુ છે.આ કાર્યનો હેતુ જણાવતા ડૉ.સંત સ્વામીએ કહ્યુ હતુ કે જો લોકોને ઘર આંગણે જરૃરીયાતની વસ્તુઓ મળી રહેશે તો લોકો સરળતાથી લોકડાઉનનુ પાલન કરી શકશે.અને લોકડાઉનનો અમલ કરવો,એ દેશની સેવા છે.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે આ સેવા કાર્ય થઇ રહ્યુ છે.આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વંયસેવકો કરી રહ્યા છે.


