અમદાવાદ અને બાંદ્રા વચ્ચે બે હોલીડે સ્પેશિયલ ટ્રેન દોડશે
- તા. 14 મી અને 15 મી ઓગસ્ટ દરમિયાન
- ટ્રેનો નડિયાદ, આણંદ,વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી સહિત સ્ટેશને ઉભી રહેશે
ટ્રેન નંબર ૦૯૦૫૪ અમદાવાદ-બાંદ્રા ટમનસ સ્પેશિયલ ટ્રેન તા. ૧૫ ઓગસ્ટ ગુરૂવારે ૨૦૨૪ના રોજ અમદાવાદથી સવારે ૦૮.૪૫ વાગ્યે ઉપડશે. તે જ દિવસે ૧૭.૧૫ વાગ્યે બાંદ્રા ટમનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૫૩ બાંદ્રા ટમનસ-અમદાવાદ સ્પેશિયલ બુધવાર,૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બાંદ્રા ટમનસથી ૨૧.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૫.૩૦ કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર ૦૯૦૫૪નું બુકિંગ તા.૧૪-૦૮-૨૦૨૪થી અને ટ્રેન નંબર ૦૯૦૫૩નું બુકિંગ તા.૧૩-૦૮-૨૦૨૪ના રોજ ૧૬ કલાકથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.