Get The App

નડિયાદ પશ્ચિમ તેમજ સિંજીવાડામાંથી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયાં

Updated: Jul 22nd, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદ પશ્ચિમ તેમજ સિંજીવાડામાંથી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયાં 1 - image

નડિયાદ : નડિયાદ પશ્ચિમ પોલીસે કલા મંદિર પાસેથી વિદેશી દારૂ બીયર ટીન નંગ ૩૫ સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. જ્યારે એલસીબી ખેડા પોલીસે સીજીવાડા સીમમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.નડિયાદ પશ્ચિમ પોલીસ ગઈકાલે શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે નડિયાદ કલામંદિર આગળ એક બુટલેગર નિમેષ છગનભાઈ ઠાકોર વિદેશી દારૂ લઈને આવનાર છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રેલવે ટ્રેક તરફથી થેલો લઈને આવેલ ઇસમની અટક કરી પૂછપરછ કરતા નિમેષ છગનભાઈ ઠાકોર (રહે. ચકલાસી ભાગોર, પેટ્રોલ પંપ પાછળ શકકરપુરા)નો હોવાનું જણાવ્યું હતુ. તેની પાસેના થેલાની તલાસી લેતા વિદેશી દારૂ કિંમત રૂ.૩૫,૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં એલસીબી ખેડા પોલીસ સીંજીવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે સેજુડીપુરા સિંજીવાડામાં મુકેશભાઈ અશોકભાઈ સોલંકી વિદેશી દારૂની હેરાફેરી કરે છે જેથી પોલીસે રેડ પાડતા ખેતરની વાડમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૫ કિંમત રૂ.૩,૫૦૦ સાથે બુટલેગર મુકેશ અશોકભાઈ સોલંકીને ઝડપી પાડયો હતો. આ બનાવ સંદર્ભે એલસીબી ખેડાની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.